25 વર્ષ પહેલા વિદેશી યુવતી સાથે કર્યા હતા લગ્ન, હવે પોતાના વતન આવીને ધામધૂમથી કાઢ્યો વરઘોડો

ગુજરાતમાં હાલ લગ્ન સરા ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં તમને શરણાઈ નું ગુંજતો અવાજ સાંભળવા મળે. હવે તું સોશિયલ મીડિયા નું ચલણ વધી ગયું છે તેથી સોશિયલ મીડિયા ઉપર પણ હાલ લગ્નના જ અવનવા વિડીયો વાયરલ થતા જોવા મળે છે. જોકે લગ્નમાં વરઘોડાનું ખાસ આકર્ષણ હોય છે અને તેના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. લગ્નનો વરઘોડો ધામધૂમથી કાઢવામાં આવે છે.

પરંતુ હાલ છોટા ઉદયપુરના બોડેલીમાં એક અનોખો વરઘોડો નીકળ્યો હતો. આવરોડામાં એક વૃદ્ધ વ્યક્તિ જોવા મળ્યા ત્યારે લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. હકીકતમાં આ વરઘોડો હતો નીતિન પટેલનો. નીતિન પટેલ અમેરિકામાં વસતા હતા અને 25 વર્ષ પહેલા તેમણે અમેરિકાની છે કે યુવતી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને 25 વર્ષ થતાં તેમણે નક્કી કર્યું કે તેઓ વતન આવશે અને હવે ધામધૂમથી બોડેલીમાં લગ્ન કરશે.

લગ્નની 25મી વર્ષગાંઠે વતનમાં તેમણે વરઘોડો કાઢ્યો અને ધામધૂમથી લગ્ન પણ કર્યા. નીતિન પટેલ 1996માં બોડેલી છોડીને અમેરિકા પૈસા કમાવા માટે ગયા હતા. અહીં તેમને એક વિદેશી યુવતી સાથે પ્રેમ થઈ ગયો અને બંને લગ્ન કરી લીધા. ત્યાર પછી બંને અમેરિકામાં જ સ્થાયી થયા. તાજેતરમાં જ્યારે તેમના લગ્નને 25 વર્ષ થયા ત્યારે સિલ્વર જુબેલી અને વરસરી ઉજવવા માટે તેઓ ભારત આવ્યા અને વતનમાં ધામધૂમથી લગ્ન કર્યા.

નીતિનભાઈ અને તેની પત્ની અને સંતાનો જ નહીં પરંતુ તેની પત્નીના પરિવારજનો પણ બોડેલી આવ્યા હતા અને ભારતીય લગ્નની મજા માણી હતી.

Leave a Comment