આને કહેવાય ચમત્કાર… તુર્કીમાં આવેલા ભૂકંપના કાટમાળ નીચે 128 કલાક સુધી જીવતું રહ્યું 2 મહિનાનું બાળક… જુઓ બે મહિનાના બાળકનો રેસક્યુ વિડિયો

6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો અને ચારે તરફ તબાહીનું નજારો જોવા મળ્યો. એક જ ઝટકામાં ઇમારતો કાટમાળ બની ગઈ.

પરંતુ આ કાટમાળ વચ્ચે પણ એક જિંદગી ધબકારા લઇ રહી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તુર્કીમાં આવેલા ભૂકંપ પછી 128 કલાક બાદ કાટમાળ નીચેથી બે મહિનાનું બાળક જીવતિ અવસ્થામાં મળી આવ્યો. બાળકને રેસ્ક્યુ કરીને તુરંત જ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું.

જેનો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે ચારે બાજુ કાટમાળ પડેલો છે અને તેમાં એક રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. થોડીવારમાં બે મહિનાનું બાળક કાટમાળ નીચેથી જીવતું નીકળે છે. બાળક એટલું ક્યુટ હોય છે કે કરનાર અધિકારીઓની આંખમાં પણ હરખના આંસુ આવી જાય છે.

ડોક્ટરે તેને સારવારમાં લીધો અને તેની તપાસ કર્યા પછી તેને સ્નાન કરાવ્યું અને પછી ખાવાનું આપવામાં આવ્યું. આ ક્યુટ બાળક નો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

બે મહિનાનું આ બાળક વીડિયોમાં ખડખડાટ હસતું જોવા મળે છે. આ બાળકની સ્માઈલ જોઈને લોકો તેના પર ફિદા થઈ રહ્યા છે

Leave a Comment