ફિલ્મોમાં તમે ઘણી વખત ડાયલોગ સાંભળ્યો હશે કે પ્રેમને સરહદ નડતી નથી. પરંતુ રાજકોટમાં આવી ઘટના ખરેખર જોવા મળી જ્યાં એક વિદેશી યુવતી કાઠીયાવાડી યુવકના પ્રેમમાં પડીને તેની સાથે સગાઈ કરવા ઇંગ્લેન્ડથી રાજકોટ પહોંચી ગઈ.
રાજકોટના કિશન વૈધ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવા માટે ગયો હતો. અહીં તેની મુલાકાત એલી નામની યુવતિ સાથે થઈ. તેમની વચ્ચે મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં બદલી ગઈ. ત્યાર પછી બંનેએ પોતાના પરિવારને એકબીજા વિશે જણાવ્યું અને લગ્ન કરવાની વાત કરી. બંનેના પરિવાર પણ રાજી થઈ ગયા અને એની પોતાના પરિવાર સાથે કિશન સાથે સગાઈ કરવા માટે રાજકોટ આવી.
કિશનના પરિવારે એલીના પરિવારનું ધામધૂમથી સ્વાગત કર્યું અને રાજકોટની હોટલમાં બંનેની સગાઈ રાખવામાં આવી હતી. આ સગાઈ ના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.