દરેકને તેના જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો જ પડે છે. જોકે કેટલાક લોકો એવા હોય છે જેવો નાની મોટી સમસ્યામાં પણ ભગવાનને ફરિયાદ કરવા લાગે છે. તેની સામે અનેક લોકો એવી રીતે જીવન જીવી રહ્યા છે જેને જોઈને લાગે કે ભગવાને આપણને ઘણું આપ્યું છે. કદાચ ભગવાને આપણને એટલું આપ્યું છે કે આપણે આવા લોકોની મદદ કરી શકીએ.
આજે તમને આવા જ એક પરિવાર વિશે જણાવીએ. જેના પર એક નહીં અનેક દુઃખ તૂટી પડ્યા છે પરંતુ આ પરિવાર ફરિયાદ કર્યા વિના મહેનત કરીને પોતાનું પેટ ભરી રહ્યો છે. સુરેશભાઈ અને તેના પત્ની મંજુબેન છેલ્લા કેટલાક વર્ષોથી મુશ્કેલીનો સમય પસાર કરી રહ્યા છે.
તેમના જીવનમાં આ સમસ્યાઓ શરૂ ત્યારથી થઈ જ્યારથી સુરેશ ભાઈના પગમાં ઓપરેશન કરાવવું પડ્યું. સુરેશભાઈ ના બંને પગમાં તકલીફ થતા તેમને ઓપરેશન કરાવવું પડ્યું હતું. ઓપરેશન પહેલા તે વોચમેન તરીકે નોકરી કરતા હતા. પરંતુ પગની સમસ્યાના કારણે તેમનું ઓપરેશન થયું અને પછી છેલ્લા એક વર્ષથી તે ચાલી શકતા નથી. જેના કારણે તેમની આવક બંધ થઈ ગઈ.
પતિ પથારી વર્ષ થઈ જતા પત્ની મંજુબેને લોકોના ઘરમાં કામ કરવાની શરૂઆત કરી. તેમના માંથી એવી મજબૂરી આવી પડી કે બે સમયનું ભોજન કરવા માટે પણ ક્યારેક તેમને લોકો પાસેથી ભોજન માંગવું પડે. મંજુબેન અલગ અલગ લોકોના ઘરે કામ કરીને ગુજરાન ચલાવે છે. ક્યારેક સ્થિતિ એવી હોય તો તેમણે લોકો પાસેથી ભોજન માંગવું પણ પડે છે.
પતિના ઓપરેશનનું અને દવાનું ખર્ચો કાઢવા માટે લોકોના ઘરમાં કામ કરવા ઉપરાંત ઘરે આવીને તેઓ સાડીમાં સ્ટોન લગાડવાનું કામ પણ કરે છે. આટલું કામ કર્યા છતાં પણ તેમને ઘર ચલાવવામાં સમસ્યાઓ થાય છે કારણ કે મોંઘવારી સતત વધી રહી છે. ક્યારેક તો એવું બને કે તેમની પાસે ખાવા માટે કંઈ નથી હોતું અને તેમણે રાત્રે ભૂખ્યા જ સુઈ જવું પડે છે.