રાજ્યના મોટાભાગના શહેરોમાં રોડ અકસ્માતની ઘટના છાસવારે બને છે. અકસ્માતો ના કારણે ઘણી વખત લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ઘણી વખત વાહન ઉતાવળમાં ચલાવવાના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. તો ઘણી વખત રસ્તા પણ ચાલતા મોટા વાહન બેફામ રીતે વાહન હંકાળતા હોવાથી લોકો અકસ્માતનો ભોગ બને છે.
આવો જ એક દર્દનાક અકસ્માત સુરત શહેરમાં બન્યો હતો. સુરત શહેરના રીંગરોડ પર એક સીટી બસ એ ભયંકર અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં સીટી બસના ડ્રાઇવરે રસ્તો ક્રોસ કરતા યુવકને કચડી નાખ્યો અને તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું.
રીંગ રોડ પર હીરામણીની ચાલીમાં રહેતો યુવક જેનું નામ કિશન પટેલ હતું તેણે આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો. યુવક અહીં પોતાના પરિવાર સાથે રહેતો હતો. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે તેની સાથે નવ માસની ગર્ભવતી તેની પત્ની પણ હતી. તેમના લગ્ન થોડા મહિના પહેલાં જ થયા હતા અને લગ્ન પછી તુરંત જ પત્નીને ઘરમાં રહ્યો હતો. બંને પતિ પત્ની આ વાતને લઈને ખૂબ જ ખુશ હતા.
કિશન પટેલના પરિવારમાં તેના ચાર ભાઈ બહેનનું પણ છે. કિશન પટેલ ડાયમંડ કંપનીમાં નોકરી કરતો હતો. રીંગરોડ પરથી તે રોજની જેમ પસાર થઈ રહ્યો હતો ત્યારે સીટી બસ એ તેને અડફેટે લઈ લીધું.
રીંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ પાસે થી કિશન પટેલ હાથમાં ટિફિન લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો. રોડની સામે તેની પત્ની પણ ઉભી હતી. તેવામાં સીટી બસ ત્યાંથી નીકળી અને તેણે કિશનભાઇ ને જોરદાર ટક્કર મારી દીધી. કિશનનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું.
આ અકસ્માત થયો ત્યારે ઘણા લોકો ત્યાં હાજર હતા તેમને તુરંત જ બસ ચાલકને પકડી લીધો. જોકે અકસ્માત નહી ગંભીરતા સમજીને ડ્રાઇવર લોકોના હાથમાંથી છૂટી અને ભાગી ગયો. આ અંગે પોલીસે સીટી બસની વિગતો લઈને ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધી અને તપાસ શરૂ કરી હતી.
જ્યારે તેની પત્નીને ખબર પડી કે તેના પતિનું મોત થયું છે તો તે આઘાતમાં સરી પડી. પત્ની 9 માસથી ગર્ભવતી હતી તેથી બંને પોતાના જન્મની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમને ખબર હતી નહીં કે કિશનભાઇ તેના સંતાનનું મોઢું જોશે તે પહેલા જ પોતાનો જીવ ગુમાવશે.