કચ્છના કબરાઉ ખાતે માં મોગલના ભક્તોના ઘોડાપુર ઉમટતા હોય છે. અહીં રોજ લાખો ભક્તો આવે છે. માતાજી દર્શન કરવા અનેક ભક્તો આવે છે તેમાંથી દરેક ભક્તને માતાએ કોઈને કોઈ રીતે પરચો આપેલો હોય છે. જ્યારે માતાના આશીર્વાદ ફળ છે ત્યારે ભક્તો માતાના દર્શન કરવા દોડી આવે છે.
કબરાઉ ખાતે માતાની ગાદી સંભાળે છે મણીધર બાપુ. મણીધર બાપુના આશીર્વાદ મેળવી ભક્તો ધન્યતા અનુભવે છે. મણીધર બાપુ ભક્તોના મનની વાત તેમનો ચહેરો જોઈને સમજી જાય છે. કચ્છના કબરાઉ ખાતે માં મોગલ હાજરાહજુર છે. જે પણ ભક્ત સાચા મનથી માતાની માનતા રાખે છે તે અચૂક પુરી થાય છે.
માતા મોગલના દરબારમાંથી કોઈ ભક્ત ખાલી હાથ પરત ફરતાં નથી. અહીં માતા સાક્ષાત બીરાજે છે અને ભક્તોને પોતાનો પરચો આપે છે. અહીં કોઈપણ ભક્ત પાસેથી રુપિયાનું દાન લેવામાં આવતું નથી. મણીધર બાપુ ભક્તોને ફક્ત માતામાં શ્રદ્ધા રાખવાનું જ કહે છે.
અનેક ભક્તો એવા આવે છે જે માતાના ચરણોમાં હજારો રુપિયા ધરે છે પરંતુ મણીધર બાપુ તેનો સ્વીકાર કરતાં નથી. વિસનગરના એક ભક્ત જેનું નામ જનકબા રાજપૂત છે તેઓ પણ માતાના ચરણોમાં દર્શન માટે પહોંચ્યા હતા. ઉંમર વધતી જઈ રહી હતી અને તેમને જીવનસાથી મળતો ન હતો. આ કારણે તેઓ સતત ચિંતામાં રહેતા હતા. ત્યારબાદ તેમણે એક દિવસ માતાનું સ્મરણ કર્યું અને મનોમન નક્કી કર્યું કે તેમને યોગ્ય જીવનસાથી મળી જશે એટલે તેઓ મોગલધામ દર્શન કરવા આવશે.
ત્યારબાદ થોડા જ સમયમાં તેમના માટે અનુકૂળ જીવનસાથી તેમને મળ્યો અને ત્યારબાદ તેઓ સૌથી પહેલા કબરાઉ ધામ દર્શન કરવા આવ્યા હતા. તેમણે મણીધર બાપુના સમક્ષ 22,500 રૂપિયા ધર્યા હતા. પરંતુ મણીધર બાપુએ તેમને કહી દીધું કે આ રુપિયા કોઈ સારા કાર્યમાં વાપરજો અને માતાનું સ્મરણ કરજો બસ માતા તેનાથી જ પ્રસન્ન રહે છે.