વર્તમાન સમયમાં સમાજમાં દિકરા અને દીકરી વચ્ચે ભેદ કરવામાં આવતો નથી. સમાજની દીકરીઓ પણ અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જે પરિવારમાં દીકરા ન હોય અને દીકરીઓ જ હોય ત્યાં દીકરીઓ પુરુષ સમોવડી બનીને પરિવારનું ભરણપોષણ પણ કરતી થઈ છે.
આ સ્થિતિમાં કેટલીક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જે સમાજ માટે દાખલા રૂપ હોય છે. તાજેતરમાં જ બાલીસણમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં પિતાના મૃત્યુ પછી તેમની બે દીકરીઓએ તેમના પિતાની અર્થીને કાંધ આપી અને દીકરાની ખોટ પૂરી કરી.
પાટણના બાલીસણમાં રહેતા તુષારભાઈ નું નિધન થતાં તેમની દીકરીઓએ દીકરા તરીકેની બધી જ ફરજો પૂરી કરી. તુષારભાઈ ને દીકરો ન હોવાથી તેમના અંતિમ સંસ્કારની વિધિ ને લઈને પરિવારના સભ્યો ચિંતામાં હતા. પરંતુ તે સમયે દીકરીઓ આગળ આવી અને પિતાના અંતિમ સંસ્કાર કર્યા.
બંને દીકરીઓએ જે રીતે પિતાની અર્થીને કાંધ આપી અને અંતિમ સંસ્કાર કર્યા તે જોઈને પરિવારના લોકો અને સમાજના લોકો પણ ભાવુક થઈ ગયા. તુષારભાઈ ની બંને દીકરીઓએ દીકરા સમાન બનીને સમાજને એક નવો રસ્તો દેખાડ્યો છે. જો દીકરી પરિવાર માટે દીકરો બનીને ટેકો બની શકતી હોય તો દીકરા તરીકેની આ અંતિમ ફરજ પણ નિભાવી શકે છે. તુષારભાઈ ની બંને દીકરીઓ સમાજ માટે ઉદાહરણ રૂપ બની છે.