હરિયાણાના રેવાડી જિલ્લામાં એક કંપનીમાં કામ કરતી મહિલા સાથે એક દર્દનાક દુર્ઘટના બની છે. રેવાડી નજીક આવેલા ગામની આ વિધમાં મહિલા ફેક્ટરીમાં મેટલ વર્કર તરીકે કામ કરતી હતી. તેને ત્રણ સંતાનો પણ હતા. 30 વર્ષની ઉંમરે મહિલાએ પોતાના પતિને ગુમાવ્યા પછી ઘરની અને બાળકોની જવાબદારી તેના પર આવી ગઈ.
પતિને ગુમાવ્યા પછી પરિવાર અને બાળકોનું ભરણ પોષણ કરવા માટે તેણે ફેક્ટરીમાં સફાઈ વર્કર તરીકે કામ શરૂ કર્યું. આ કામ જોખમ ભર્યું હોવા છતાં પણ તેણે કરવાનું શરૂ કર્યું કારણ કે તેણે પોતાના ત્રણ સંતાનોને મોટા કરવાના હતા. જ્યારે મહિલા ફેક્ટરીમાં કામ કરવા જતી ત્યારે તેના પરિવારના લોકો હંમેશાં ચિંતિત રહેતા. કારણ કે મહિલાને આખો દિવસ મોટા મોટા મશીનો વચ્ચે કામ કરવું પડતું.
તેવામાં એક દિવસ ફેક્ટરી માલિકોને ભૂલના કારણે દીપા નામની મહિલાએ જીવ ગુમાવવાનું વારો આવ્યો. બન્યું એવું કે રોજની જેમ દીપા ફેક્ટરીમાં સાફ-સફાઈ માટે પહોંચી. આમ તો દીપા માત્ર જમીનની સાફ-સફાઈ કરવાનો જ પગાર લેતી. પરંતુ તે દિવસે ફેક્ટરીના સુપરવાઇઝર અને માલિકે તેને મશીન સાફ કરવા માટે પણ કહી દીધું. એક દિવસ તેને મશીન સાફ કરી પણ લીધું. પછી તેને ફરીથી બીજું મશીન સાફ કરવા દબાણ કરવામાં આવ્યું.
આ વખતે તેને જે મશીન સાફ કરવાનું કહેવામાં આવ્યું તે અંદરથી ચાલી પણ રહ્યું હતું. દીપા જ્યારે આ મશીનની સાફ-સફાઈ કરી રહી હતી તે વખતે તેનો દુપટ્ટો અજાણતા મશીનના એક પાર્ટમાં ફસાઈ ગયો. તે કંઈ સમજે કે દુપટ્ટુ બહાર કાઢે તે પહેલા જ તે પણ મશીનમાં ખેંચાઈ ગઈ. જેના કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું કારણ કે તેનું શરીર મશીનમાં કચડાઈ ગયું હતું.
આ વાતની જાણ તેના પરિવારજનોને થતા પરિવાર પર શોખનું મજુર ફરી વળ્યું કારણકે દીપાના ત્રણ સંતાનો પહેલાથી જ તેના પિતાને ગુમાવી ચૂક્યા હતા. દીપા ના પતિનું છ મહિના પહેલા જ બીમારીના કારણે મૃત્યુ થયું હતું તેનું પતિ પણ આ કંપનીમાં નોકરી કરતો હતો તેથી તેને પણ આ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. દીપા ના સંતાનોમાં પણ એક સંતાન માત્ર 18 મહિનાનું છે. ત્રણ સંતાનો એ છ મહિનામાં પહેલા પિતા અને પછી માતાની છત્રછાયા ગુમાવી દીધી.