એક કહેવત છે કે જ્યારે સમયનું ચક્ર ફરે છે ત્યારે રાજા પણ રંગ બની જાય છે અને રંગ એક પળમાં રાજા બની શકે છે. જીવનમાં વ્યક્તિ કેવો સમય ભોગવશે તે કોઈના હાથમાં નથી. સમયનો ખેલ આજ સુધી કોઈ સમજી શક્યું નથી. આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે મધ્યપ્રદેશની આ મહિલા.
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની આ આદિવાસી મહિલા સમયના આ ખેડૂતનો ભોગ બની ચૂકી છે. એક સમય હતો જ્યારે આ મહિલા રાજ્યમંત્રીનું હોદ્દો ધરાવતી હતી અને લાલ લાઇટ વાળી કારમાં ફરતી હતી. પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે આજે તેને પોતાનું ગુજરાન ચલાવવા માટે બકરીઓ પાડી અને જીવન ગુજારવું પડે છે.
એક સમયે આ મહિલા પૂર્વ જિલ્લા પંચાયતની અધ્યક્ષ હતી અને આજે તેની માથે રહેવા માટે છત પણ નથી. તેને પોતાનું અને બાળકોનું ભરણપોષણ કરવા માટે કેટલીક બકરીઓ રાખી છે અને એક ઝૂંપડી બનાવીને જીવન જીવે છે.
જુલી નામની આ મહિલા ની જીલ્લા પંચાયતના અધ્યક્ષ સ્થાને નિમણૂક કરવામાં આવી હતી. તેને રાજ્યમંત્રી તરીકેનું હોદ્દો પણ મળ્યો હતો. તેના કાર્યાલયના અધિકારીઓ તેને મેડમ કહીને બોલાવતા હતા અને હવે તે ગુમનામીના અંધકારમાં ધકેલાઈ ગઈ છે.
હવે તે એક નાનકડા વિસ્તારમાં રહીને બકરીઓ ચરાવવાનું કામ કરે છે. જુલી વર્ષ 2005માં પંચાયતના સભ્ય તરીકે કાર્યરત હતી. તેની કાર્ય કુશળતા ને જોઈને પૂર્વ ધારાસભ્ય એ તેને જિલ્લા પંચાયતના અધ્યક્ષનું પદ આપ્યું. પરંતુ આજે આ મહિલા બકરીઓ ચરાવવા માટે મજબૂર છે.
એક સમયે લાલ લાઇટ વાળી એસી ગાડીમાં ફરતી મહિલાને આજે એક બકરી દીઠ 50 રૂપિયા મળે છે અને તે આ રીતે 50 જેટલી બકરીઓને ચરાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.