આ પરિવાર છે સમાજ માટે ઉદાહરણરૂપ, દીકરીના જન્મ પર ઉદાસ થતા લોકો ખાસ વાંચે

આજના સમયમાં પણ ઘણા પરિવાર એવા છે જ્યાં દીકરી નો જન્મ થાય તો લોકો ઉદાસ થઈ જતા હોય છે કારણ કે તેમણે દીકરાના જન્મની જ આશા રાખી હોય છે. તેવામાં જો કોઈના ઘરે એક નહીં પણ બે દીકરીઓ અવતરે તો ?

કડીના એક પાટીદાર પરિવાર એ દીકરીને ભાર ગણતા લોકો માટે એક ઉદાહરણ પૂરું. આ પરિવારમાં એક નહીં પણ બે દીકરી નો જન્મ થયો અને બંને દીકરીઓનું લાલ ઝાઝમ પાથરીને પરિવારે સ્વાગત કર્યું.

પરિવારમાં બે દીકરીઓનો જન્મ થતાં પરિવારના લોકો ખુશખુશાલ થઈ ગયા અને ઘરની લક્ષ્મીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.. કડીની ગોપાલ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પટેલના દીકરાના ઘરે બે દીકરીઓનો જન્મ થયો. આ સમાચાર મળતા જ પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ.

પુત્રવધુ એ બે દીકરીઓને જન્મ આપ્યો છે તે વાત જાણીને પરિવાર ઉત્સાહમાં આવી ગયો. જ્યારે પુત્રવધુ બંને દીકરીઓને લઈને ઘરે આવવા હોસ્પિટલથી નીકળી ત્યારે પુત્રવધુનું સ્વાગત પરિવારના લોકોએ અનોખી રીતે કર્યું. પુત્રવધુ અને બે પૌત્રીઓના સ્વાગતમાં પરિવારે સોસાયટીના ગેટથી લઈને ઘર સુધી લાલ જાજમ પથરાવી અને ઢોલ નગારા તેમજ પુષ્પ વર્ષા કરીને ઘરની લક્ષ્મીનું સ્વાગત કર્યું.

આજના સમયમાં પણ છાશવારે પુત્રીનો જન્મ થાય તો તેને જન્મતાની સાથે જ તરછોડી દેવાની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં કડીના આ પાટીદાર પરિવાર એ બે દીકરીઓનું જે રીતે સ્વાગત કર્યું તે સમાજને નવો રાહ ચિંધે છે. આજ કારણ છે કે આ પરિવારની આ તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Leave a Comment