સોશિયલ મીડિયા એવી જગ્યા છે જ્યાં રોજ નવા નવા ચહેરા જોવા મળે છે. તેમાંથી કેટલાક લોકોની તસવીરો એવી હોય છે કે તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જતી હોય છે. આ સિવાય ઘણી તસ્વીરો એટલા માટે પણ વાયરલ થતી હોય છે કે તેમાં રહેલી જોડી લોકોનું ધ્યાન આકર્ષિત કરતી હોય છે. આવી જ એક જોડી હાલ ખૂબ જ ચર્ચામાં છે. તસવીરો જોવાથી તેમની વચ્ચેનો ઉંમરનો ફરક જોઈને એવું લાગે કે આ બંને બાપ અને દીકરી છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમણે એવી તસવીરો શેર કરી જેના કારણે હોબાળો મચી ગયો છે.
સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી આ જોડી છે ટોમ ઈમામ અને મિષ્ટીની. ઉંમરમાં એટલો ફરક છે કે આ બંને બાપ દીકરીની જોડી લાગે પરંતુ હકીકતમાં તે પતિ અને પત્ની છે. આ પ્રેમની શરૂઆત સોશિયલ મીડિયાના કારણે થઈ હતી. આ બંને હવે એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. જોકે આ વાતને લઈને ટોમ ઈમામને ટ્રોલ પણ કરવામાં આવે છે. પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્ન કરવા બાબતે લોકો ટોમ ઈમામ માટે મન ફાવે તેવી વાતો પણ કરે છે પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી.
કેટલાક લોકો કહે છે કે તેમણે પૈસા માટે લગ્ન કર્યા છે. ટોમ ઈમામ નું કહેવું છે કે તે તેની પત્ની મિસ્ટીને પ્રેમ કરે છે અને હવે જેટલું જીવન બાકી છે એટલું તેની સાથે ખુશીથી જીવવા માંગે છે. ઇમામની ઉંમર નિવૃત્તિ તરફ આગળ વધી રહી છે જ્યારે તેની પત્ની મિષ્ટી યુવાન છે.
તુમ પોતાના સોશિયલ મીડિયા પર એવી તસવીરો પણ શેર કરે છે જેમાં બંને વચ્ચેનો પ્રેમ જોવા મળે છે. ટોમ મૂળ બાંગ્લાદેશી છે પરંતુ તે અમેરિકામાં વસે છે. તેની પાસે અઢલક સંપત્તિ છે. એટલા માટે જ લોકો મીસ્ટીમાં માટે એવું પણ કહે છે કે તેણે ટોમ સાથે લગ્ન પૈસા માટે કર્યા છે.
ટોમ પાસે 12 મિલિયન અમેરિકી ડોલરની સંપત્તિ છે. તેને પોતાના પરિવાર અને સંતાનો માટે પણ સંપત્તિની ફાળવણી કરી છે પરંતુ ત્યારબાદ તેને મિસ્ટી સાથે લગ્ન કરી લીધા. તેમણે તેમના લગ્નની એનિવર્સરી ની ઉજવણી કરતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
શરૂઆતમાં જ્યારે આ બંને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા તો લોકો તેમને પિતા અને દીકરી જ સમજતા. પરંતુ તેમણે થોડા સમય પછી એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરવાનું શરૂ કર્યું જેના કારણે ખડબડાટ મચી ગયો.
જ્યારે લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા ત્યારે તો મેં એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી જેમાં તેમના વિશે વાતો કરનાર લોકોને તેને જવાબ આપ્યો હતો… તેને લખ્યું હતું કે તેના ફોટા અને સ્ટેટસ પર દયાળુ શબ્દો વાપરનાર વ્યક્તિઓનો આભાર છે પરંતુ તે મારી પત્ની છે અને તેની સાથે મેં કાયદાકીય રીતે લગ્ન કરી લીધા છે. તેમના જીવનમાં ખોટા નિવેદનો માટે જગ્યા નથી. તેને આગળ એવું પણ લખ્યું હતું કે તેની પત્ની નું અવસાન 2011માં થયું હતું તેના બે સંતાનો પણ છે જેને તેને મોટા કર્યા પરંતુ હવે તેને લગ્ન કરી લીધા છે અને તે જીવનમાં આગળ વધી ગયો છે.
તેને છેલ્લે એવું પણ કહ્યું હતું કે ઘણા લોકો એવા છે જેને તેમના લગ્નથી લઈને તકલીફો છે પરંતુ આવા લોકો તેમને એકલા છોડી દે.