આજના સમયમાં પણ માતા મોગલ અસ્તિત્વમાં છે. તેનો પુરાવો છે કે જ્યારે તેના ભક્તો સંકટમાં હોય ત્યારે માતા તેમનો પરચો બતાવે છે અને ભક્તોના સંકટ માતા ને યાદ કરવાથી જ દૂર થઈ જાય છે. આજ કારણ છે કે કચ્છ ખાતે આવેલા કબરાઉ ધામમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઊમટી પડે છે. માતા મોગલ નો સાક્ષાત્કાર થયા પછી ભક્તો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે.
ગુજરાતમાં માતા મોગલ ના ત્રણ મંદિરો આવેલા છે. જેમાંથી એક કચ્છના કબરાઉ ખાતે આવેલું છે. અહીં વિપુલભાઈ નામના એક યુવક રાજકોટ થી દર્શન કરવા આવ્યા હતા. તેમણે માતાના દર્શન કર્યા અને પછી મણીધર બાપુના હાથમાં 25000 રૂપિયા આપી દીધા.
મણીધર બાપુએ તેને પૂછ્યું કે આ શેના માટે છે. યુવકે જણાવ્યું કે તેને માનતા રાખી હતી અને તે પૂરી થઈ ગઈ તેથી તે હવે માનતા પૂરી કરવા આવ્યો છે. મણીધર બાપુએ પૈસા પરત આપી દીધા અને કહ્યું કે માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે અને આરોપીયાની જરૂર માતાને નથી તે તેના બાળકોને અને બહેનને આપી દે.
માતા મોગલ એ અત્યાર સુધીમાં આવા અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે અને મનોકામના પૂર્ણ કરી છે. સાચા મનથી માતા મોગલ ને યાદ કરીને જે પણ ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે તેને માતા અચૂક પૂરી કરે છે. અહીં રવિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.