આ કપલ ની લવ સ્ટોરી વિશે જાણીને દરેક સ્ત્રી કરશે આવો જ પતિ મળે તેવી પ્રાર્થના… પત્ની માટે પતિએ કર્યું કોઈ ન કરે તેવું કામ

પ્રેમ જીવનની એવી પૂંજી છે જે ધન કરતાં પણ વધારે કીમતી છે. દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ માટે પ્રેમની વ્યાખ્યા અલગ અલગ હોય છે. ઘણા લોકો પ્રેમમાં બધું જ પોતાની કરી લેવાની લાગણી ધરાવતા હોય છે. તો કેટલાક લોકો પ્રેમમાં પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવાની ઈચ્છા રાખે છે. આજ કારણ છે કે પ્રેમ જીવનની સૌથી અમૂલ્ય વસ્તુ છે.

પ્રેમની લાગણી વિશેના તમારા વિચારો પણ આવા જ કંઈક થઈ જશે જ્યારે તમે આ અદભુત પ્રેમ કહાની વિશે જણાશો. આજ સુધી તમે લવ સ્ટોરીની વાતો ફિલ્મોમાં જોઈ હશે પરંતુ હકીકતમાં પણ એક એવું કપલ છે જેની લવ સ્ટોરી દુનિયા માટે ઉદાહરણ બની છે.

આ લવ સ્ટોરી છે એક પતિ પત્નીની. પતિ સુરેશ ચૌધરી એમબીબીએસ કરી ચૂક્યા છે અને ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમણે તેમની પત્ની માટે એવું કામ કર્યું છે જે કદાચ કોઈ પણ ન કરે. ડોક્ટર સુરેશ પોતાની પત્નીને મોતના મુખમાંથી પરત લાવ્યા છે.

તેની પત્નીની હાલત એવી થઈ ગઈ હતી કે તેને બચાવવા માટે તેણે પોતાની સંપત્તિ નોકરી અને એમબીબીએસ ની ડિગ્રી પણ ગીરવે રાખી દીધી હતી. પત્નીની સારવાર માટે તેમને એક કરોડથી વધારે ની રકમ એકઠી કરવાની હતી. તેણે પોતાની બધી જ સંપત્તિ વેચી દીધી તેમ છતાં આ રકમ એકત્ર થાય તેમ ન હતી. તેથી તેમણે પોતાની એમબીબીએસ ની દીકરી 70 લાખમાં ગીરવે રાખી દીધી.

તેઓ રાજસ્થાનના પાલીના રહેવાસી છે અને તેમને પાંચ વર્ષનું બાળક પણ છે. તે પોતાની પત્ની અને બાળક સાથે ખુશીઓથી દિવસો પસાર કરતા હતા પરંતુ વર્ષ 2021 માં તેમની ખુશીઓને કોઈની નજર લાગી ગઈ. આ સમયે દેશમાં કોરોનાના કેસ પણ વધી રહ્યા હતા. તેવામાં તેમની પત્નીને તાવ આવ્યો અને ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે. તેને સારવાર માટે જોધપુર દાખલ કરવામાં આવી. કારણકે અહીં તેના પતિ પણ ફરજ બજાવતા હતા. દાખલ કર્યા પછી પણ તેની પત્ની ની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં અને તબિયત ખરાબ થતી ગઈ.

તેની સારવાર જે ડોક્ટરો કરી રહ્યા હતા તેમનું કહેવું હતું કે અનિતાના ફેફસા 95% સુધી ખરાબ થઈ ગયા છે અને તેને વેન્ટિલેટર પર રાખવી પડી હતી અનિતાનું બચવું લગભગ અશક્ય જ હતું. પરંતુ તેના પતિએ હિંમત ન હારી અને તે પોતાની પત્ની સાથે અમદાવાદ પહોંચ્યા. અહીં તેણે પત્નીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી અને સારવાર શરૂ કરી.

અનિતા ને જીવતી રાખવા માટે જે મશીન ની જરૂર પડે તેમ હતી તે મશીનમાં એક દિવસનું ભાડું એક લાખ રૂપિયાથી વધુ હતું. આ સારવાર પણ તેમણે શરૂ કરાવી પરંતુ ધીરે ધીરે તેમના પર કરજ વધતું ગયું. અનિતા 87 દિવસ સુધી હોસ્પિટલમાં રહી. ત્યાં સુધીના ખર્ચ માટે ડોક્ટરને પોતાની દીકરી બેંકમાં ગીરવે મૂકીને 70 લાખની લોન લેવી પડી. પણ પોતાની પત્નીના જીવને બચાવવા માટે તેને આ કામ પણ કરી લીધું. તેની પત્નીની સારવાર માટે તેના દિવસ રાત એક કર્યા અને પરિણામે તેની પત્ની મોતના મુખમાંથી પરત આવી અને આજે બંને ખુશીથી જીવન જીવી રહ્યા છે

Leave a Comment