ભારત દેશમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે કારણ કે ગાયની અંદર 33 કરોડ દેવી-દેવતા નો વાસ હોય છે. પ્રાચીન પરંપરા અનુસાર ગાયને ઘરમાં બનતી પહેલી રોટલી ખવડાવવાની પરંપરા છે. આપણે ત્યાં ગાયની પૂજા નાના બાળકો પણ કરવાનું સમજતા હોય છે.
ઘણા લોકો ગાયની સેવા કરવા માટે ગૌશાળામાં પણ જાય છે પરંતુ કેટલાક ગાય પ્રેમી લોકો એવા હોય છે જે પોતાના ઘરમાં જ ગાયને સાચવે છે. આવા જ એક ગુજરાતી વિષય જણાવીએ જે ગાયને અનોખા ભાવથી પોતાના ઘરમાં જ સાચવી રહ્યા છે. આ વ્યક્તિના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિના ઘરની અંદર ગાય અને વાછરડા ખુલ્લા ફરતા હોય છે અને તેમની સાથે પથારીમાં સૂતેલા જોવા મળે છે.
આ વ્યક્તિનું નામ વિજયભાઈ પરસાણા છે અને તે અમદાવાદ નજીક આવેલા વડગામના વતની છે. તેમનો ગાય પ્રેમ અનોખો છે. વિજયભાઈ પોતાની ગાયોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની સાથે લાગણી નો સંબંધ બંધાઈ ગયો છે.
વિજયભાઈ કરોડપતિ હોવા છતાં ગાય પ્રત્યયનો પ્રેમ ઓછો થયો નથી અને પોતાના બંગલામાં પણ પોતાની ગાયોને સાથે રાખે છે. તેઓ કહે છે કે ગાય અને વાછરડા આસપાસ હોય તો તે શાંતિનો અનુભવ કરે છે. તેમની ગાય અને વાછરડા પણ કરોડોના બંગલામાં આરામથી ફરતા જોવા મળે છે.
ગાયને સાચવવા અને નહડાવવા સહિતના કામ કરવા માટે વિજય ભાઈએ કોઈ વ્યક્તિને રાખ્યા નથી પરંતુ આ બધા જ કામ તે પોતે જ કરે છે.