દરેક માતા પિતા પોતાની દીકરી માટે સપનું જોવે છે કે તે ભણી ગણીને આગળ વધે અને પછી સારા યુવક સાથે તેના લગ્ન થઈ જાય અને તે જીવનમાં સેટલ થઈ જાય. જોકે કેટલાક માતા-પિતા એવા હોય છે જેમનું આ સપનું ઘણી વખત અણધારી ઘટનાઓના કારણે અધૂરું રહી જાય છે. આવી જ એક ઘટના બિહારથી સામે આવી છે. પુનમબેન નામની મહિલાની એક દીકરી હતી.
પુનમબેન ને ઈચ્છા હતી કે તેની દીકરીના લગ્ન તે ખૂબ ધામધૂમથી કરે પરંતુ અચાનક તેઓ બીમાર થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. દિવસે ને દિવસે તેમની હાલત ખરાબ થઈ રહી હતી અને ડોક્ટરોએ અનેક પ્રયત્ન કરી લીધા હતા. જોકે પૂનમબેન ની છેલ્લી ઈચ્છા એટલી જ હતી કે તે પોતાની આંખે દીકરીના લગ્ન થતાં જુએ.
માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે દીકરી ચાંદની પણ લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. ચાંદની ના લગ્ન બાજુના ગામમાં રહેતા સુમિત નામના યુવક સાથે નક્કી કરવામાં આવ્યા. ચાંદની યે સુમિતને પોતાની માતા વિશે જણાવ્યું તો સુમિતે હોસ્પિટલમાં લગ્ન કરવાની તૈયારી બતાવી.
થોડા જ દિવસોમાં આઈસીયુ વિભાગની સામે જ્યાં તેની માતા દાખલ હતી ત્યાં ચાંદની અને સુમિતે એકબીજાને હાર પહેરાવીને લગ્ન કર્યા અને બીમાર માતાના આશીર્વાદ લીધા.
લગ્ન થયાના થોડા જ દિવસમાં માતાનું પણ મૃત્યુ થઈ ગયું અને પરિવારમાં શોક છવાઈ ગયો. પરંતુ પરિવારને એ વાતનો આનંદ હતો કે તેની માતાએ દીકરીના લગ્ન જોઈ લીધા.