આસારામ બાપુનું 10000 કરોડનું સામ્રાજ્ય આ મહિલા સંભાળે છે… આસારામ બાપુ જેલમાં ગયા પછી આ મહિલા બની ગઈ સર્વેસરવા

ફરી એકવાર આસારામ બાપુ ચર્ચામાં આવ્યા છે આ ચર્ચાનું કારણ છે કે તેમને વર્ષ 2013 થી જેલવાસ ભોગવવો પડી રહ્યો છે અને તાજેતરમાં જ કોટે તેમને દોષી જાહેર કરીને કેદની સજા પણ ફટકારી.

વર્ષો પહેલા ગરીબીના કારણે આશારામ બાપુ ભારત આવ્યા હતા. ત્યાર પછી તેમણે દસ હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કરી લીધું જો કે તેમના ઉપર બે બહેનો પર બળાત્કાર કરવાનો કેસ નોંધાતા વર્ષ 2013માં તેમની ધરપકડ ઇંદોર થી કરવામાં આવી. આસારામ બાપુ નો જન્મ 17 એપ્રિલ 1942 ના રોજ થયો હતો. ગાંધીનગર કોર્ટ પહેલા જોધપુર થી પણ તેમને સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર કોટે તેમને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.

આસારામ બાપુનું મૂળ નામ આંસુમલ હતું? ભારતના ભાગ પડ્યા ત્યારે તેઓ ભારત આવ્યા અને પછી અમદાવાદના મણીનગરમાં સ્થાયી થયા હતા. પિતાના અવસાન પછી તેમના ઉપર ઘરની જવાબદારી આવી ગઈ ત્યારે તેમને ચાની લારી પણ ચલાવી હતી. ત્યાર પછી તેમણે દાઢી રાખવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમણે લોકોને છેતરીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની શરૂઆત કરી દીધી.

આસારામ બાપુના અનુયાયીઓની સંખ્યા વધવા લાગી અને એક પછી એક તેને 400 થી વધુ આશ્રમ બનાવ્યા. 40 કરતા પણ વધારે ગુરુકુળ અને 17,000 બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કર્યા. આ રીતે તેણે 10,000 કરોડનું સામરાજ્ય ઊભું કર્યું.

જોકે 2013 થી તેઓ જેલમાં છે અને આ સમગ્ર વસ્તુઓનું સંચાલન તેના દીકરા નારાયણ સાંઈ ની દીકરી ભારતી કરી રહી છે.

Leave a Comment