ઉદ્યોગપતિએ કરોડો ખર્ચીને લીધું હેલિકોપ્ટર… સૌથી પહેલા મંદિરમાં લઈ ગયા પૂજા કરવા માટે..

હિન્દુ ધર્મમાં કોઈ પણ પરિવારમાં જ્યારે નવું વાહન કે કોઈ વસ્તુ આવે છે તો સૌથી પહેલા તેને મંદિરમાં લઈ જઈને તેની પૂજા કરાવવામાં આવે છે. બ્રાહ્મણ દ્વારા શસ્ત્રોત મંત્રોચ્ચાર બોલીને વાહનની પૂજા કરવામાં આવે છે તેને શુભ માનવામાં આવે છે. હાથ સુધી તમે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ જોઈ હશે જેમાં લોકો પોતાની કાર કે અન્ય વાહનની પૂજા કરાવતા હોય. પરંતુ શું તમે જોયું છે કે કોઈ વ્યક્તિ પોતાના નવા ખરીદેલા હેલિકોપ્ટરની પૂજા કરાવવા માટે તેને મંદિર લઈ ગયા હોય ?

તેલંગણા માંથી આવું જ એક કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક ઉદ્યોગપતિ શ્રીનિવાસ રાવ એ તાજેતરમાં જ હેલિકોપ્ટર ખરીદ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે તેમણે હેલિકોપ્ટર ખરીદ્યું અને સૌથી પહેલા પોતાના પરિવાર સાથે ફરવા નીકળી જતા પહેલા તેઓ હૈદરાબાદ થી 100 કિલોમીટર દૂર આવેલા લક્ષ્મી નરસિંહા સ્વામી મંદિરે પૂજા કરાવવા માટે ગયા. અહીં મંદિરના ત્રણ પૂજારીઓ દ્વારા હેલિકોપ્ટર ની પૂજા કરવામાં આવી.

હેલિકોપ્ટર ની કિંમત 47 કરોડ 27 લાખ 30 હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઉદ્યોગપતિ દ્વારા હેલિકોપ્ટર ની પૂજા નો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો આ વિડીયો વાયરલ થઈ ગયો છે. આ પૂજામાં શ્રીનિવાસ રાવના સંબંધી અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર હતા. આ વિડીયો સામે આવ્યા ની સાથે જ યુઝર્સ તેના ઉપર પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા.

અનેક લોકોએ આ ઉદ્યોગપતિના વખાણ કર્યા અને કહ્યું કે આને હિન્દુ સંસ્કૃતિ કહેવાય. અનેક લોકો આ પરિવારના વખાણ કરી રહ્યા છે કે આજના સમયમાં પણ તેઓ પોતાના પરિવારની સાથે રાખીને પૂજા કરાવી રહ્યા છે.

Leave a Comment