એક સમયે લારીમાં સૂઈને રાત કરતાં પસાર, હવે ઇસ્કોન ગાંઠિયા હેઠળ રાજ્યભરમાં 11 થી વધુ દુકાનો અને મોલના છે માલિક

ગુજરાતના ફરસાણ વિદેશમાં પણ પ્રખ્યાત છે. તેમાં પણ થેપલા ખમણ અને ગાંઠિયા ગુજરાતીઓની ખરી ઓળખ બની ગયા છે. વાત જ્યારે ગાંઠિયાની આવે તો અમદાવાદ શહેરના ઇસ્કોન ગાંઠિયા નંબર વન પણ ગણાય. ઇસ્કોન ગાંઠિયા ના આજે રાજ્યભરમાં 11 સ્ટોર અને ફૂડ મોલ આવેલા છે. પરંતુ એક સમયે તેના માલિકને લારીમાં સૂઈને દિવસો પસાર કરવા પડતા.

ઇસ્કોન ગાંઠિયાના માલિક મંદિર પટેલ નો જન્મ ઉપલેટા ના ખેડૂત પરિવારમાં થયો હતો. તેવું 23 વર્ષના હતા ત્યારે અમદાવાદ આવ્યા. ત્યાર પછી જે તેમણે દિવસો પસાર કર્યા તેને જોઈને કોઈ કલ્પના પણ કરી ન શકે કે મંદિર પટેલ આટલા સફળ થઈ શકશે.

2008માં તેમણે ગાંથીયાનો ધંધો શરૂ કરવાની શરૂઆત કરી. તેના માટે તેને ગાંઠીયા બનાવતા શીખી લીધું. ત્યાર પછી તેમણે સૌથી પહેલા બાપુનગરમાં લારી શરૂ કરી હતી. તેના ગાંઠિયા કેટલા પ્રખ્યાત થવા લાગ્યા કે થોડા જ દિવસોમાં તેણે પોતાની દુકાન બનાવી લીધી અને પોતાનું ઘર પણ બનાવી લીધું. તેમનો ધંધો એટલો ચાલતો કે તે રાત્રે પણ લારી પર જ સુઈ જતા.

ઘણી વખત એવું થતું કે તેમની લારીને દબાણવાળા લઈ જતા. જ્યારે આવું થયું ત્યારે તેમને ₹900 ના પગારે રેસ્ટોરન્ટમાં કામ શરૂ કર્યું. ત્યાર પછી નોકરી છોડીને તેમણે સૌથી પહેલા ઇસ્કોન ચાર રસ્તા પાસે ઇસ્કોન ગાંઠિયાની લારી શરૂ કરી. જોકે આ લારી શરૂ થયા ના થોડા જ દિવસોમાં ઇસ્કોન નજીક બ્લાસ્ટ થયો અને લારી ફરીથી બંધ થઈ ગઈ. જોકે થોડા દિવસોમાં બધું બરાબર થઈ જતા તેમની લારી ફરીથી શરૂ કરી અને અમદાવાદીઓને ધીરે ધીરે ઇસ્કોન ગાંઠિયાની આદત પડી ગઈ.

એક વર્ષની અંદર રસ્તે નો ધંધો ધીરે ધીરે વધવા લાગ્યો અને તેણે સ્ટાફ પણ વધાર્યો. હવે તેમની બ્રાન્ચમાં 150 જેટલા કર્મચારીઓ કામ કરે છે અને તેમની 11 થી વધુ શાખાઓ છે. તેમણે વિરમગામ ધાંગધ્રા હાઇવે ઉપર ઇસ્કોન ફૂડ મોલ પણ શરૂ કર્યો છે. અહીં 17 વર્ષથી નાની દીકરીઓને ફ્રીમાં જમાડવામાં આવે છે.

Leave a Comment