કાચબાની આવી રીંગ ધારણ કરવાથી ઘરમાં રહે છે ધનના ભંડાર ભરેલા, જાણો કેવી રીતે કરવી તેને ધારણ

કાચબા ની રીંગ નું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. તમે એવા અનેક લોકો જોયા હશે જેમના હાથમાં કાચબાની વીંટી હોય. આ વીટી ધારણ કરવા પાછળ વાસ્તુશાસ્ત્ર નું કારણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વીટી ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. તેથી લોકો વર્તમાન સમયમાં કાચબાની વીંટી પહેરવાનું વધારે પસંદ કરે છે.

નિષ્ણાતો જણાવે છે કે કાચબાના આકારની વીંટી ધારણ કરવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ રહે છે. જે વ્યક્તિ આવીતી ધારણ કરે છે તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે છે. તેના જીવનમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી.

જોકે આ બધા જ લાભ મળે તે માટે જરૂરી છે કે તમે વીંટીને સાચી રીતે અને સાચી આંગળીમાં ધારણ કરો. આ વીંટી ધારણ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વ્યક્તિની આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં પણ કાચબાની લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે કહેવાય છે કે ઘરમાં પણ કાચબાની હાજરી હોય તો તે ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ વધે છે. આજ કારણ છે કે જે વ્યક્તિ કાચબાની વીંટી ધારણ કરે તેના જીવનમાંથી પૈસાની તંગી દૂર થાય છે અને માનસિક શાંતિ પણ મળે છે જીવનમાં ધીરજ પણ આવે છે.

કાચબાની વીંટી પહેરવાથી જે લાભ થાય છે તેને પ્રાપ્ત કરવા માટે હંમેશા ચાંદીથી બનેલી વીટી ધારણ કરવી જોઈએ. આ સિવાય આ વીટીને ડાબા હાથમાં જ પહેરવી જોઈએ. જમણા હાથની આંગળીમાં પહેરવાથી આ વીટી થી કોઈ લાભ થતો નથી.

કાચબા ની વીંટી ડાબા હાથની ત્રીજી કે મધ્યમ આંગળીમાં પહેરવી જોઈએ. જ્યારે તમે વીટી ધારણ કરો તો કાચબા નું મુખ તમારી તરફ હોવું જોઈએ. આ રીતે વીટી ધારણ કરવાથી ધન આકર્ષિત થાય છે. જો તમે ભૂલથી કાચબાની વીંટી એવી રીતે ધારણ કરો કે જેમાં મુખ બહારની તરફ રહેતું હોય તો આર્થિક તંગી સર્જાઈ શકે છે.

Leave a Comment