ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકર વિશે આ વાત નહીં જાણતા હોય તમે પણ

ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ આવી ત્યાર પછી ગુજરાતી સિનેમાનો સુરજ ફરીથી ખીલી ઉઠ્યો છે. એક પછી એક અને સુપરહિટ ગુજરાતી ફિલ્મો પણ આવી છે. જોકે છેલ્લો દિવસ ફિલ્મનો જ ક્રેઝ આજે પણ યથાવત છે. આ ફિલ્મના કલાકારો પણ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય થયા હતા. તેમાંથી એક મલ્હાર ઠાકર પણ છે.

આ ફિલ્મમાં તેણે વિકીનું પાત્ર ભજવ્યું હતું અને ત્યારથી ગુજરાતના ઘરે ઘરમાં તે જાણીતો થઈ ગયો. જોકે મલ્હાર ઠાકરે આ ફિલ્મ પહેલા ઘણા ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે. અભિનય ક્ષેત્રે તેના ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો અને ત્યાર પછી ફિલ્મ છેલ્લો દિવસમાં તેને સફળતા પ્રાપ્ત થઈ. મલ્હાર ઠાકર નાનપણથી જ એક્ટર બનવા માંગતો હતો.

તેણે નવરંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારથી જ નાટક અને ડાન્સ જેવા પ્રોગ્રામમાં ભાગ લેતો. તેને વિષયમાં પણ ગુજરાતી અને સાહિત્યના વિષયોમાં વધારે રસ રહેતો. જોકે ખૂબ ઓછા લોકો જાણે છે કે મલ્હાર ઠાકર ને વોલીબોલ અને હેન્ડબોલ રમવું પણ ગમે છે.

છેલ્લો દિવસ પછી મલ્હાર ઠાકર ની પાસપોર્ટ, શરતો લાગુ, લવની ભવાઈ જેવી ઘણી ફિલ્મો આવી અને જેહિત સાબિત થઈ છે. 28 જૂન 1990 ના રોજ મલ્હાર ઠાકર નો જન્મ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થયો હતો. તેનો ઉછેર અને પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં જ થયું છે. ત્યાર પછી કોલેજ નો અભ્યાસ તેને મુંબઈમાં કર્યો.

પહેલા ગુજરાતી નાટકમાં પણ મલ્હાર ઠાકર ની એક્ટિંગ ને વખાણ કરવામાં આવતી હતી. મલ્હાર ઠાકર ને કવિતા વાંચવા અને લખવાનું પણ શોખ છે. છેલ્લો દિવસ આવી તે પહેલા 2012 માં આવેલી કેવી રીતે જઈશ ફિલ્મમાં મલ્હાર ઠાકરે નાની એવી ભૂમિકા ભજવી હતી. આ સિવાય ખૂબ ઓછા લોકો જાણે છે કે વર્ષ 2013માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના એક એપિસોડમાં મલ્હાર ઠાકરે જેઠાલાલના મિત્ર પરાગ નું પાત્ર ભજવ્યું હતું.

Leave a Comment