ગુજરાતી ફિલ્મોની સુંદર અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ છે ગુજરાતના આ ગામની… આ રીતે મળી હતી ફિલ્મોમાં કામ કરવાની તક

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અદભુત અભિનયથી પ્રાંજલ ભટે ખૂબ ઓછા સમયમાં દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. પ્રાંજલ ભટ્ટ નો જન્મ અમદાવાદમાં થયો હતો અને તે 17 વર્ષની ઉંમરથી જ અભિનેત્રી ક્ષેત્રે કામ કરવાની શરૂઆત કરી દીધી હતી.

શરૂઆતના સમયમાં તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો અને ત્યાર પછી તેમણે ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે પણ કામ શરૂ કર્યું છે. હવે તેઓ ઘણી સુપરહિટ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.

તેમની ફિલ્મોની વાત કરીએ તો ડ્રાઇવર દીલવાળો, તું તો સાજણ મારા કાળજે કોરાણી, દેશ પરદેશ પાટણ થી પાકિસ્તાન સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. પ્રાંજલ ભટ્ટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સાથે પણ કામ કર્યું છે. તેરે હિતેનકુમાર જગદીશ રાઠોડ ચંદન રાઠોડ વિક્રમ રાઠોડ હિતુ કનોડિયા જેવા કલાકારો સાથે પણ કામ કર્યું છે.

પ્રાંજલ ભટ્ટને 2013માં બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય વર્ષ 2009માં ગુજરાત સરકાર તરફથી મોટા ઘરની વહુ ફિલ્મ માટે પણ તેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ફિલ્મો સિવાય પ્રાંજલ ભટ્ટ વિડીયો આલ્બમમાં પણ કામ કરે છે.

Leave a Comment