જલારામ બાપાની જય…. આવું તમે પણ કહેશો આ વાત જાણીને

રાજકોટ શહેરથી 52 કિલોમીટર દૂર વીરપુર આવેલું છે. વિરપુર એક નાનકડું ગામ છે પરંતુ દુનિયાભરમાં તે જલારામ બાપા ની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. અહીં જલારામ બાપાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી ભક્તો દોડી આવે છે. વર્ષે કરોડોની સંખ્યામાં ભાવિક મંદિરની મુલાકાત લેતા હોય છે. મંદિરની કેટલીક એવી વાતો છે જેનાથી આજ સુધી લગભગ લોકો અજાણ છે.

જલારામ બાપાનું જન્મ ચાર નવેમ્બર 1856 ના રોજ દિવાળીના એક અઠવાડિયા પછી થયો હતો. જલારામ બાપા શ્રીરામના પરમ ભક્ત હતા અને તેમને પોતાનું જીવન લોકોની સેવાચાકરીમાં વિતાવ્યું. તેમનો જન્મ લુહાણા કુળમાં થયો હતો અને તેમના પિતા નું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. તેમને સંસારી જીવનમાં રસ ન હતું તેથી જ તેમને નાનપણથી ભક્તિ અને લોકોની સેવા કરવામાં જીવન પ્રસાર કર્યો. તેઓ તેમની પત્ની વીરબાઈ સાથે કાકા ના ઘરે રહેતા.

જલારામ બાપાના લગ્ન 16 વર્ષની ઉંમરે વીરબાઈ સાથે કરવામાં આવ્યા હતા. 18 વર્ષની ઉંમરે તેમણે પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધી અને પછી તેઓ ભોજા ભગતના શિષ્ય બન્યા. તેમણે ગુરુ મંત્ર અને જાપમાળા લઈ અને સદાવત કેન્દ્ર શરૂ કર્યું. આ સદાવત કેન્દ્રમાં કોઈ પણ વ્યક્તિ આવીને ભોજન ગ્રહણ કરી શકતું.જલારામ બાપાએ શરૂ કરેલી આ પ્રથા છે જ્યાં આજે પણ જલારામ મંદિરમાં શ્રદ્ધાળુઓ સાવ ફ્રી માં ભોજન કરે છે.

એક દિવસ જલારામ બાપાને એક સાધુએ ભગવાન રામની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા જ દિવસમાં તેની મુલાકાત લેશે. જલારામ બાપા શ્રીરામની પ્રતિમાને ઘરે લાવ્યા અને સ્થાપિત કરી. થોડા જ દિવસોમાં જમીનમાંથી હનુમાનજી પણ પ્રગટ થયા અને સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિ પણ નીકળી. આ જગ્યા એ હતી જ્યાં જલારામ બાપા સદાવ્રત માટેનું અનાજ રાખતા. આજ કારણ છે કે અહીં ક્યારેય આજ સુધી અનાજ અને ભોજન ખૂટ્યું નથી. ભગવાનની પ્રતિમાન નીકળવાના કારણે આ જગ્યા અક્ષયપાત્ર બની ગઈ છે અહીં ગમે તેટલા લોકો જમી ભોજન ક્યારે ખૂટતું નથી.

એક વખત ગુણાંતીતાનંદ સ્વામી જુનાગઢ થી આવી રહ્યા હતા અને વીરપુર રોકાયા હતા. તે સમયે જલારામ બાપાએ તેમની ખૂબ જ સેવા કરી અને તેનાથી સ્વામી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે તેમની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાશે અને વીરપુર એક મોટું તીર્થસ્થાન બનશે. ધીરે ધીરે જલારામ બાપાની પ્રસિદ્ધિ વધવા લાગી અને તેમને લોકો ઈશ્વર તરીકે પૂજવા લાગ્યા. કારણ કે જલારામ બાપા તેમને ત્યાં આવનાર કોઈપણ વ્યક્તિને જ્ઞાતિ ધર્મ જાતિ પૂછ્યા વિના તેમને ભોજન કરાવતા અને તેમની સેવાચાકડી કરતા આ પ્રથા આજે પણ ચાલે છે.

જલારામ બાપાની બાપાની ઉપાધિ મળી તે માટે પણ એક કથા છે. એક દિવસ હજી નામના દરજીને પેટમાં દુખાવો થયો અને તે જલારામ બાપા પાસે મદદ માટે આવ્યો. જલારામ બાપાએ હરજીનું દુઃખ હરી લીધું. તે સમયે દુઃખથી મુક્ત થયેલા દરજીએ પહેલીવાર જલારામ બાપાને બાપા તરીકે સંબોધન કર્યું. ત્યાર પછીથી ધીરે ધીરે લોકો જલારામ બાપાને બાપા તરીકે જ પૂજવા લાગ્યા.

ત્યાર પછી અનેક લોકો અહીં પોતાના દુઃખ દર્દ દૂર કરવા માટે પહોંચતા. જલારામ બાપા શ્રીરામનું નામ લઈને તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતો. આજે પણ કહેવાય છે કે શ્રદ્ધાથી જલારામ બાપાને જે પણ પ્રાર્થના કરવામાં આવે છે તે ફળીભૂત થાય છે.

Leave a Comment