છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આત્મહત્યા ની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. લગ્ન જીવનમાં કંકાસ હોય કે અનૈતિક સંબંધો કે પછી આર્થિક તંગીના કારણે લોકો તણાવ અનુભવે છે અને અંતે જીવન ટૂંકાવી લેવા જેવો પગલું ભરી લેતા હોય છે. જામનગરમાં પણ આત્મહત્યાની એક ઘટના સામે આવી અને આ ઘટના ખૂબ જ કરુંન છે.
જાણવા મળતી માહિતી અનુસાર જામનગર ના નવાગામ ઘેડમાં નરોતમભાઈ રાઠોડ ને ત્યાં 14 ફેબ્રુઆરીએ દીકરીના લગ્નનો પ્રસંગ હતો. 14 ફેબ્રુઆરીએ લગ્ન હોવાથી ઘરમાં લગ્નની તૈયારીઓ અને અલગ અલગ વિધિ શરૂ થઈ ગઈ હતી. જે ઘરમાં 14 ફેબ્રુઆરીએ જાનુ નું આગમન થવાનું હતું અને દીકરીની વિદાય થવાની હતી ત્યાંથી પિતાની અર્થી નીકળી.
દીકરીના લગ્નના એક દિવસ પહેલાં નરોત્તમભાઈએ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. વહેલી સવારે જાગીને નરોત્તમભાઈ ઘરેથી ચા પીને નીકળ્યા હતા. ઘરની નજીક જ એક કન્સ્ટ્રક્શન સાઈટ હતી જ્યાં જઈને તેમણે આત્મહત્યા કરી લીધી.
ઘરમાં લગ્નનો પ્રસંગ હતો તેવામાં માતમ છવાઈ ગયો. નરોતમભાઈ ને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તેમની મોટી દીકરી ના લગ્ન 14 ફેબ્રુઆરીએ થવાના હતા. પરંતુ તે પહેલા જ પિતાએ આત્મહત્યા કરી લેતા ઘરમાં લગ્ન ગીત ને બદલે મરશિયા ગાવાનો વારો આવ્યો.
લગ્ન એક દિવસ પછી જોવાથી ઘરમાં ઘણા મહેમાનો પણ આવી ગયા હતા જ્યારે બધાને ખબર પડી કે દીકરીના પિતાએ જ આત્મહત્યા કરી લીધી છે તો મહેમાનો પણ શોકમાં સરી પડ્યા. આમાં મને પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી.