જુનાગઢ ગામની આ ઘટના તમારું હૃદય પણ કંપાવી દેશે… દીકરીને જન્મ આપતા પહેલા જ માતાનું થયું મોત, દીકરી જીવતી હતી પણ પાંચ જ મિનિટમાં તેને પણ દુનિયાને કહી દીધું અલવિદા

જુનાગઢ શહેરમાં એક એવી ઘટના બની હતી જે આજે પણ લોકોની આંખમાં પાણી લાવી દે છે. અહીં રહેતા એક પરિવાર ઉપર એક જ દિવસમાં આભ તૂટી પડ્યું. પરિવારની પુત્ર વધુનું મોત થયું અને સાથે જ દીકરીનું પણ મોત થઈ જતા લોકો હી બીકે ચડ્યા હતા.

જુનાગઢ શહેરના મયુર સોલંકી ના દીકરા શ્રીનાથની પત્ની મોનિકા ગર્ભવતી હતી. ગર્ભાવસ્થાને લઈને પરિવારમાં હરખ હતો. પરંતુ ભાગ્યમાં શું લખ્યું હોય તે કોઈને ખબર હોતી નથી.

એક તરફ પરિવાર દિવસો ગણી રહ્યો હતો કે ક્યારે પુત્ર વધુ મોનિકા સંતાનને જન્મ આપે. શ્રીમંત ની વિધિ ધામધૂમ પૂર્વક કરવામાં આવી અને પછી મોનિકાને તેના પિયર મોકલવામાં આવી હતી. અચાનક મોનિકા ની તબિયત બગડી અને તેને બ્રેન હેમરેજ થઈ ગયું.

મોનિકા ની તબિયત બગડતા તેને તુરંત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી તો ડોક્ટરે જણાવ્યું કે તેને બ્રેન હેમરેજ થઈ ગયું છે પરંતુ જો સિઝેરિયન કરવામાં આવે તો બાળકનો જીવ બચી શકે. પરિવારને આશા હતી કે મોનિકા પછી તેની નિશાની તેમની પાસે રહે તેથી તેમને સિઝેરિયન કરાવ્યું. મોનિકાએ સુંદર દીકરીને જન્મ આપ્યો પરંતુ જન્મની થોડી જ મિનિટો પછી દીકરીએ પણ દુનિયાને અલવિદા કહી દીધું. ત્યાર પછી પરિવારના લોકોએ વાજતે ગાજતે બંનેની અંતિમયાત્રા કાઢી.

જોકે મોનિકા સોલંકી સ્વભાવે પરોપકારી હતા તેથી પરિવારની મંજૂરી સાથે તેની આંખોનું દાન કરવામાં આવ્યું જેથી મોનિકાની આંખો વડે અન્ય કોઈ વ્યક્તિના જીવનમાં અજવાળા થઈ શકે.

Leave a Comment