જીવનમાં ક્યારે શું બની જાય છે તેની કોઈ કલ્પના કરી ન શકે. જીવન અને મૃત્યુ આજ સુધી કોઈના હાથમાં રહ્યા નથી. ઘણી વખત કેટલાક લોકો સાથે એવી ઘટના બની જાય છે કે તેનું દુઃખ ભૂલાવવું શક્ય નથી હોતું. આવી જ ઘટના જુનાગઢ શહેરના એક પરિવારમાં બની. જુનાગઢમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા મયુરભાઈ સોલંકી ના દીકરા શ્રીનાથ સોલંકીની ગર્ભવતી પત્નીનું એકાએક બ્રેન હેમરેજ થતા તેનું મોત થઈ ગયું.
મોનિકા નામની ગર્ભવતી મહિલા ના ગર્ભમાં બાળક જીવતું હોવાથી ડોક્ટરે ઓપરેશન કરી બાળકીને બહાર કાઢી. પરંતુ થોડી જ કલાકોમાં દીકરી પણ પોતાની માની સાથે દુનિયા છોડીને જતી રહી. આ દુખદ ઘટનાથી સોલંકી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું.
આ ઘટના પછી શ્રીનાથ અને મોનિકા ની લવ સ્ટોરી પણ ખૂબ જ ચર્ચામાં આવી છે. વર્ષ 2013માં એક સંબંધીના લગ્નમાં મોનિકા અને શ્રીનાથે એકબીજાને પહેલી વાર જોયા હતા. તે સમયે શ્રીનાથ 19 વર્ષનો હતો અને મોનિકા 20 વર્ષની હતી. મુલાકાત પછી બંને ફોન નંબર શેર કર્યા અને મેસેજ દ્વારા વાતચીત શરૂ થઈ.
થોડા જ દિવસમાં મોનિકાએ શ્રીનાથને પ્રપોઝ કર્યો. મોનિકા અને શ્રીનાથ અલગ અલગ સમાજમાંથી આવતા હતા. તેથી મોનિકલ શ્રીનાથ ને કહ્યું કે તે ઝડપથી જ કોઈ કામ શરૂ કરે જેથી તેમના લગ્નની વાત આગળ વધી શકે.
બીજી તરફ શ્રીનાથના પરિવારે વિચાર્યું કે મોનિકા ખૂબ જ સારી છોકરી છે અને તેનો દીકરો પણ તેને પ્રેમ કરે છે તેથી સમાજની ચિંતા કર્યા વિના પરિવાર પ્રેમ લગ્ન માટે તૈયાર થઈ ગયા. જોકે બંનેના લગ્ન લેવાય તે પહેલા જ શ્રીનાથનો ભાઈ સિરિયસ થઈ ગયો. આવી સ્થિતિમાં બંને સાદગી થી લગ્ન કર્યા. લગ્ન કર્યાના 10 જ દિવસ પછી તેનો ભાઈ મૃત્યુ પામ્યો.
તેને ત્રણ વર્ષની દીકરી પણ હતી. તેના ભાઈનું મૃત્યુ લીવર ટ્રાન્સપ્લાન્ટ ના કારણે થયું હતું તેથી મોનિકા અને શ્રીનાથે નક્કી કર્યું કે તેઓ ઓર્ગન ડોનેટ કરીને લોકોનો જીવ બચે તેવું કામ કરશે. ભાઈના મૃત્યુ પછી ભાભી ની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેની હાલત જોઈને શ્રીનાથે નક્કી કર્યું કે મોનિકા પગ પર થાય અને પોતાનું કંઈક કરે જેથી આવી કોઈ ઘટના પરિવારમાં બને તો મોનિકાની હાલત ખરાબ ન થાય.
મોનિકાની પગભર કરવા માટે તેને પાર્લર શરૂ કરાવ્યો. મોનિકા પાર્લરમાં ખૂબ જ મહેનત કરતી. શ્રીનાથ અને મોનિકા નું લગ્ન જીવન ખુશીઓથી ભરાઈ ગયું હતું.
એક દિવસ મોનિકા ને ફિલ્મ જોવાની ઈચ્છા થઈ તો શ્રીનાથે આખું થિયેટર બુક કરાવ્યું. તેવામાં ખબર પડી કે મોનિકા ગર્ભવતી છે અને તેમની ખુશીઓ બમણી થઈ ગઈ.
શ્રીનાથ મોનિકા નું ખૂબ જ ધ્યાન રાખજો. શ્રીમંત પછી મોનિકા તેના પિયર વેરાવળ જતી રહી. શ્રીનાથ સમય મળે ત્યારે વેરાવળ જતો અને મોનિકા સાથે ફોન પર વાત પણ કરતો રહેતો. એક દિવસ મોનિકા ની તબિયત થોડી ખરાબ હતી.
તો શ્રીનાથે રાત્રે તેને ફોન કરીને તેના ખબર અંતર પૂછ્યા. તે દિવસે રાત્રે મોનિકા ને કંઈક વાત કરવી હતી પરંતુ કામના કારણે શ્રીનાથે ફોન કટ કરી અને કહ્યું કે થોડીવારમાં તેને ફોન કરશે.
ત્યાર પછી શ્રીનાથ મોનિકા સાથે ક્યારે વાત કરી શક્યો નહીં અને જાણી પણ ન શક્યો કે ખરેખર મોનિકાને શું થયું છે. થોડા કલાકો પછી તેના સસરાનો ફોન આવ્યો કે મોનિકા સિરિયસ થઈ ગઈ છે અને તેને કંઈક થયું છે.
જ્યારે મોનિકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તો ખબર પડી કે તેનું બ્રેન હેમરેજ થઈ ગયું છે. આ વાત જાણીને શ્રીનાથને અફસોસ નો પાર ન રહ્યો કે તેણે મોનિકા છેલ્લે શું કહેવા માગતી હતી તે પણ સાંભળ્યું નહીં.