ડાયરા કિંગ કિર્તીદાન ગઢવીના ઘર ની તસ્વીરો થઈ વાયરલ, અંદરથી આટલું આલીશાન છે તેમનું ઘર

કિર્તીદાન ગઢવી એવા કલાકાર છે જે દરેક ગુજરાતીના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. દેશ દુનિયામાં વસતા લોકો પણ કિર્તીદાન ગઢવીના ચાહક છે કારણ કે તેઓ દેશ-વિદેશમાં પણ પોતાના કાર્યક્રમ માટે ફરતા હોય છે. તેમને જોઈને ગુજરાતના યુવાનો પણ લોકસંગીત તરફ વળી રહ્યા છે.

કિર્તીદાન ગઢવી આજે લોકો માટે ઉદાહરણ બની ગયા છે. સોશિયલ મીડિયા પર હાલ તેના ઘરની કેટલીક તસ્વીરો ખૂબ જ વાયરલ થઇ છે કારણ કે તેઓ આ ઘરમાં પોતાના પરિવાર સાથે રહે છે અને આ ઘર ખૂબ જ આલિશાન છે.

કિર્તીદાન ગઢવીએ પોતાના ઘરનું નામ તેના દીકરા સ્વરના નામ ઉપર રાખ્યું છે. તેમના ઘર ઉપર પણ તેમણે સ્વર નામ લખાવ્યું છે.

કિર્તીદાન ગઢવી ના લોકપ્રિય ગીતોની વાત કરીએ તો તેમાં સૌથી પહેલા લાડકી આવે છે અને પછી નગરમે જોગી આયા, ગોરી રાધા…. વગેરે ગીતનો સમાવેશ થાય છે. કિર્તીદાન ગઢવીએ રાજકોટના બેકેર્ડમાં પોતાનું ભવ્ય ઘર બનાવ્યું છે.

કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે ફેબ્રુઆરી 2016 થી આ ઘરમાં રહે છે. આ ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ દર્શન પરમાર નામના ઇન્ટિરિયર ડિઝાઇનર એ કર્યું હતું. કિર્તીદાન ગઢવી ના ઘરમાં કુદરતી લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમના ઘરમાં પ્રવેશ કરવાની સાથે જ મુખ્ય દરવાજા સહિત ઘરના હેન્ડલ્સ પણ લાકડા થી ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

તેમના બંગલામાંથીએટર સહિતની વ્યવસ્થાપન કરવામાં આવી છે. મહેમાનો માટે બેઠક વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે જ્યારે તેઓ બેઠા હોય તો તેમની સામે વોટરફોલ જોવા મળે.

Leave a Comment