માતા રાંદલ ને પૂજતા અને તેમાં શ્રદ્ધા ધરાવતા લોકોની સંખ્યા લાખોમાં છે. મોટી સંખ્યામાં લોકો રાંદલ માતાજી માં શ્રદ્ધા ધરાવે છે. વાર તહેવારે અને શુભ પ્રસંગ પર માતા રાંદલ ને તેડાવવામાં પણ આવે છે.
માતા રાંદલ દુખડાના દૂર કરે છે. માતા રાંદલ ની માનતા રાખ્યા પછી સંતાન પ્રાપ્તિ થઈ હોય તેવા લોકોની સંખ્યા પણ મોટી છે. લોકો દૂર દૂરથી ગોંડલ તરફ આવેલા દડવા ખાતે દર્શન કરવા પણ આવે છે. કારણ કે અહીં માતાજીએ પોતાનો પરચો દેખાડ્યો છે.
આ વાત તે સમયની છે જ્યારે અહીં દુકાળ પડ્યો હતો. તે સમયે માતા સાક્ષાત અહીં આવ્યા હતા. તે સમયે ગામોમાં રજવાડાનું રાજ હતું. અહીં માતા દીકરી સ્વરૂપે આવ્યા હતા અને ગામ લોકોએ પોતાની નજરે ચમત્કાર જોયા હતા. આ દીકરીના ચમત્કારોની વાત સાંભળીને રાજાએ પણ તેમને તેડાવ્યા હતા. આ દીકરી અન્ય કોઈ નહીં પણ માં રાંદલ હતા. ત્યાર પછી અહીં તેમની સ્થાપના કરવામાં આવી આજે પણ જે અહીં માથું નમાવીને માનતા રાખે છે તે માનતા અચૂક પૂરી થાય છે.
લોકમાન્યતા એવી પણ છે કે હજારો વર્ષ પહેલાં અહીં તપ કરવામાં આવ્યું હતું અને માતા ઉત્પન્ન થયા હતા. ત્યાર પછી અહીં અનેક દુઃખી લોકો આવે છે પોતાની પીડા લઈને અને જાય છે માતાના આશીર્વાદ લઈને. અહીં બિરાજતા માતાએ રોગીના રોગ દૂર કર્યા છે અને વાંજીયા મેળા ભાંગ્યા છે. અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા અને પોતાની માનતા પૂરી કરવા આવે છે.