દરિયામાં ડુબતી બાળકીને કુતરો બચાવી લાવ્યો, આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો ભાવુક

કુતરો એક પાલતુ પ્રાણી છે અને તેની વફાદારી થી લોકો વાકેફ છે. કૂતરાને પ્રેમથી રાખવામાં આવે તો તે માણસનો સાચો મિત્ર સાબિત થાય છે. અનેક લોકો એવા હોય છે જે પોતાના ઘરમાં કૂતરાને પોતાના પરિવારના સભ્યોની જેમ ઉછેરે છે. આ રીતે પરિવાર સાથે રહેતા કુતરા જરૂર જણાય ત્યારે પોતાના માલિક માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે.

કૂતરાની આવી જ વફાદારી અને લાગણી દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમ તો આ પ્રકારના વિડીયો અનેક વખત સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે પરંતુ આ વિડીયો એવો છે જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. આ વીડિયોમાં કુતરા અને માણસ વચ્ચેના અદભુત પ્રેમ સંબંધોની ઝાંખી જોવા મળે છે. જ્યારે પોતાના માલિક કે પરિવારનો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો કૂતરો તેને બચાવવા શું કરી શકે છે તેનું ઉદાહરણ આ વિડિયો છે.

આ વીડિયોમાં એક કૂતરો બહાદુરી પૂર્વક પોતાના માલિકની દીકરીને પાણીમાં ડૂબતી બચાવે છે. તોફાની દરિયામાં કૂતરો પણ ત્યારે કુદી પડે છે જ્યારે તે નાનકડી બાળકીને ડૂબતી જોવે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક પરિવાર દરિયા કિનારે સમય પસાર કરી રહ્યો છે. તેમની સાથે એક કૂતરો પણ છે. એક નાની બાળકી રમતા રમતા દરિયાના મોજા સાથે તણાવવા લાગે છે. જ્યારે કૂતરો આ દ્રશ્ય જોવે છે કે બાળકીનું સંતુલન બગડી ગયું છે અને તે પાણીમાં વહેવા લાગી છે તો કૂતરો બાળકીનો જીવ બચાવવા માટે દોડે છે.

કૂતરો ઉછળતા મોજા વચ્ચે પહોંચી જાય છે અને બાળકીનું ટીશર્ટ ખેંચીને તેને બહાર લઈ આવે છે. આ વિડીયો પરથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે કૂતરાઓમાં પણ માણસ જેવી જ લાગણી હોય. કૂતરાને પણ દરિયાના મોજા પરેશાન કરે છે પણ તે બાળકીનું ટીશર્ટ છોડતો નથી અને તેને ખેંચીને દરિયા કિનારા સુધી લઈ આવે છે.

Leave a Comment