આપણી આસપાસ રોજે રોજ અનેક એવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે જેના કારણે આપણા મનમાં પણ દુઃખની લાગણી ઉદભવે. તેમાંથી કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેના કારણે માત્ર એક પરિવારમાં જ નહીં પરંતુ આખા ગામમાં શોકનું મોજુ ફરી વળે છે. કારણ કે આ ઘટના જ એવી ભયંકર હોય છે કે તેના વિશે જાણીને દરેક વ્યક્તિને દુઃખ થાય.
કઠણ કાળજા વ્યક્તિને પણ રડાવી દે તેવો બનાવ ગોધરામાં બન્યો હતો. અહીં એક પરિવારના બે દીકરા પોતાના દાદાની અસ્થિ વિસર્જિત કરવા ગયા હતા. ગોધરાના રામેશ્વર નગરમાં આ પરિવાર રહેતો હતો.
પરિવારના સૌથી મોટા વડીલ નું મોત થતાં 26 લોકો પરિવારના દાદા અમરસિંહના અસ્થિ વિસર્જિત કરવા માટે ચાણોદ ગયા હતા. અસ્થિ વિસર્જન કરીને જ્યારે પરિવાર પરત ફરી રહ્યું હતું ત્યારે એક નદીમાં તેઓ નહાવા માટે ગયા. પરિવાર નો દીકરો હર્ષવર્ધન જ્યારે નદીમાં નહાઈ રહ્યો હતો ત્યારે તે અચાનક જ પાણીના પ્રવાહ સાથે તણાવવા લાગ્યો. જ્યારે તેના પિતરાઈ ભાઈઓ એ આ દ્રશ્ય જોયું તો તેઓ પણ પાણીમાં કુદિયા અને ભાઈને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
જોકે બંને ભાઈઓ પણ તેના ભાઈને બચાવે તે પહેલા જ પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા. જ્યોત જોતા માં પરિવારનો સભ્યો સાથે જ પરિવારના ત્રણ ભાઈઓ પાણીમાં ડૂબવા લાગ્યા. આ જોઈને પરિવારના લોકોએ બૂમાબૂમ કરી અને એક વ્યક્તિ તેની મદદ એ આવ્યો અને બે ભાઈઓને બહાર કાઢી લીધા.
તેમને તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું. પહેલા છે ભાઈ તળાયો હતો તેનો પણ મૃતદેહ જ નદીમાંથી બહાર આવ્યો.
આ ઘટનામાં પરિવારના બે પૌત્ર જે પોતાના દાદા ની અસ્થિ વિસર્જિત કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તેનું પણ મોત થતાં આખા ગામમાં શોકની લાગણી ફરી વળી. થોડા જ દિવસો પહેલા પરિવારમાંથી દાદાની અર્થી ઉઠી હતી અને તે દુઃખ હજી ભુલાયું ન હતું ત્યાં પરિવારના જુવાન બે દીકરાની અર્થી પણ એક સાથે ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું આ દ્રશ્ય જોઈને ગામ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ.