દીકરી માટે ઈમોશનલ વીડિયો બનાવીને પિતા થયા હતા ગુમ… થોડા દિવસમાં બની દર્દનાક ઘટના

જસદણમાં તાજેતરમાં જ એક ચકચારી ઘટના બની હતી. આ ઘટના ચર્ચાનો વિષય એટલા માટે બની છે કે તેમાં અટપટા રહસ્યો છે. આ ઘટનાની શરૂઆત થઈ હતી ફોટોગ્રાફી નો વ્યવસાય કરતા અશોકભાઈ ઢોલરીયાના એક વાયરલ થયેલા વિડિયો થી. જેમાં તે પોતાની દીકરીને રડતા રડતા સમજાવી રહ્યા હોય છે કે કોઈ પાસેથી કોઈપણ વસ્તુ લેવી નહીં… આ વિડીયો બનાવ્યા ના તુરંત બાદ થી અશોકભાઈ ગાયબ હતા. જોકે ત્રણ દિવસ પછી આ ઘટનામાં વધુ એક વળાંક આવ્યો.

જે અશોકભાઈનો રડતા રડતા દીકરી માટે નો વિડીયો વાયરલ થયો હતો તે અશોકભાઈની લાશ આટકોટ રોડ પરથી મળી આવી. અશોકભાઈ ની લાશ મળી આવતા પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ચડવા મળતી માહિતી અનુસાર 17 તારીખથી અશોકભાઈ લાપતા ત્યારબાદ તેના પરિવારના સભ્યોએ આ અંગે ગુમ થયાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયાના ત્રણ જ દિવસમાં અશોકભાઈ ની લાશ મળતા પરિવાર ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો.

અશોકભાઈ ને નવ વર્ષની નાની પુત્રી છે જેને હાલ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અશોકભાઈ ની લાશ સાથે એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં યોગન ભુવા નામના વ્યક્તિએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે યોગેલ ભુવાએ મૃતક અશોક ઢોલરીયા પાસેથી કટકે કટકે કરીને 20 લાખ રૂપિયા પડાવ્યા હતા.

યોગીન ભુવા નામના વ્યક્તિએ એક કાર પણ હપ્તેથી લીધી હતી. આકાર પણ અશોકભાઈ ના નામે લીધી હતી અને કહ્યું હતું કે હપ્તા તે ભરશે પરંતુ હપ્તા તેને ભર્યા નહીં. આ સિવાય ક્રેડિટ કાર્ડ માંથી પણ તેણે પૈસા ઉપાડ્યા હતા. જ્યારે આ બધા પૈસા માટે અશોકભાઈ યુગેન ભુવા નામના વ્યક્તિને ફોન કરતા તો તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. સુસાઇડ નોટ માં લખવામાં આવ્યું છે કે તેઓ ત્રણ મહિનાથી યોગન ભુવાનું પૈસા માટે સંપર્ક કરતા હતા પરંતુ તે તેનો ફોન ઉપાડતો ન હતો. 20 લાખ રૂપિયા નું કરજ થઈ જતા તેને આત્મહત્યા કરી હોવાનું પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Leave a Comment