દૂધ લેવા જતી મહિલા ને બાઈક ચાલકે મારી ટક્કર, બાઈક હતી એટલી સ્પીડમાં કે મહિલા ઉછળીને પટકાઈ રોડ પર

છેલ્લા કેટલાક સમયથી દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ઘણી વખત આવા અકસ્માત વાહન ચાલકની બેદરકારીના કારણે થતા હોય છે. વાહન ચાલકો જ્યારે ફુલ સ્પીડમાં વાહન ચલાવતા હોય છે ત્યારે ઘણી વખત રસ્તા પર ચાલતા લોકોને પણ અડફેટે લઈ લે છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી આ અકસ્માત નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

આ ઘટના ઉત્તરાખંડની હોવાનું સામે આવ્યું છે જ્યાં એક મહિલા હાથમાં દૂધની કીટલી લઈને રસ્તો ક્રોસ કરી રહી હોય છે. જ્યારે તે રસ્તો ક્રોસ કરી રહી હોય છે ત્યારે એક બાઈક ચાલક ફૂલ સ્પીડમાં આવીને મહિલા અને લઈ લે છે.

બાઈક એટલું સ્પીડમાં હોય છે કે મહિલાને જોરદાર ટક્કર લાગે છે અને તે હવામાં ઉછળીને નીચે પટકાય છે. મહિલાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અકસ્માત નો આ વિડીયો સીસીટીવી માં કેદ થયો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સીસીટીવી માં જોવા મળે છે કે પૂરપાટ ઝડપે એક બાઈક ચાલક રોડ પરથી પસાર થતી મહિલા ને ટક્કર મારે છે. બાઈક ની ટક્કર લાગતા મહિલા ઉછળીને રોડ ઉપર પડે છે જેના કારણે તેને ગંભીર ઈજાઓ થાય છે. જોકે અકસ્માત સર્જીને બાઈક ચાલક ઘટના સ્થળેથી ભાગી જાય છે. ત્યાં આસપાસના લોકો એકત્ર થવા લાગે છે અને મહિલાને હોસ્પિટલ પહોંચાડે છે. આ ઘટનાની નોંધ પોલીસ લે છે અને પોલીસ સીસીટીવી ના આધારે યુવકની શોધખોળ શરૂ કરે છે.

Leave a Comment