વર્તમાન સમયમાં અનેક એવી ઘટનાઓ બને છે જેમાં વાત હત્યા સુધી પહોંચી જાય છે. હત્યાના અનેક બનાવો એવા બન્યા છે જેમાં પારિવારિક મામલાઓના કારણે વિવાદ થયો હોય અને વિવાદ એટલું વધી જાય કે પરિવારના લોકો એકબીજાની હત્યા કરી નાખે.
ખાસ કરીને મિલકતની બાબતમાં પરિવારના સભ્યો વચ્ચે જ્યારે વિવાદ થવા લાગે છે તો તેનું પરિણામ હંમેશા દુઃખદ જ આવે છે. ઘણા કિસ્સામાં તો મિલકતના કારણે પરિવાર બરબાદ થઈ જતા હોય છે. જે મિલકત માટે પરિવારના લોકો એકબીજાના લોહીના તરસ્યા બની જાય છે તે મિલકત ભોગવવા માટે અંતે કોઈ બચતું નથી.
આવી જ એક ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આણંદના સંદેશર ગામમાં આવી ઘટના બની હતી. અહીં 42 વર્ષની ભારતીબેન પરમાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીબેનના પતિ નું અવસાન ચાર વર્ષ પહેલાં થયું હતું. તેઓ પોતાના દીકરા અંશ સાથે રહેતા હતા. પતિના મૃત્યુ પછી ભારતીબેન એકલવાયું જીવન જીવતા હતા. જોકે મોટાભાઈના અવસાન પછી વિધવા ભાભી અને પિતાની છત્રછાયા ગુમાવનાર ભત્રીજા ને મદદ કરવાને બદલે નાનો ભાઈ દિનપ્રતિદિન પોતાની વિધવા ભાભીને પરેશાન કરવા લાગ્યો.
એક દિવસ જ્યારે ભારતીબેન પોતાની નાની બહેન સાથે ઘરમાં હતા ત્યારે રાતના 12:00 વાગ્યાની આસપાસ તેનો દિયર અને ભત્રીજો ઘરમાં ઘૂસી આવ્યા અને જોર જોરથી બૂમો પાડીને ઝઘડો કરવા લાગ્યા. થોડી જ વારમાં તેમણે ગાળા ગાડી શરૂ કરી અને મનની વાત મોઢા પર આવી ગઈ કે વિધવા ભાભીને જમીનમાં કોઈ ભાગ આપવાનો નથી..
આ સાથે જ વિધવા ભાભી ઉપર દિયરે ધારિયાનો ઘા જીકી દીધો. ડિયર ઉપર મિલકતનો ક્રોધ એટલો બધો વધી ગયો હતો કે તે સાંભળી રીતે ભારતીબેનને ધારિયા વડે માર મારવા લાગ્યા. જ્યારે લોહી લુહાણ હાલતમાં ભારતીબેન ઢળી પડ્યા તો બધા જ લોકો ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા. તે સમયે ભારતીબેન ની નાની બહેન તેજસ ઘરમાં હતી તેણે મોટી બહેનને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી. સાથે જ પોલીસમાં પણ આ હુમલા અંગે ફરિયાદ નોંધાવી.