પરીક્ષા પહેલા જ માતાની છત્રછાયા ગુમાવનાર રાજકોટની દીકરીએ સીએની પરીક્ષામાં રચી દીધો ઇતિહાસ… માતા પિતા ગુમાવનાર દીકરીએ પરિવારનું નામ કર્યું રોશન

જો મક્કમ નિર્ધાર સાથે સફળ થવા માટે મહેનત કરવામાં આવે તો સફળતા અચૂક મળે છે. જ્યારે મહેનત કરી હોય ત્યારે વ્યક્તિને કોઈ રોકી શકતું નથી. આ વાત રાજકોટની એક દીકરીએ સાબિત કરી બતાવી છે. આ દીકરીના જીવનમાં સીએની પરીક્ષા પહેલા જ કરુણતા સર્જાઈ હતી તેમ છતાં તેને હિંમત હારી નહીં અને સીએના ફાઉન્ડેશનમાં ઇતિહાસ રચી દીધું.

આ દીકરી નું નામ વિશ્વા સુચક છે. 2014માં તેના પિતાને કેન્સરની બીમારી થઈ હતી અને તેણે પિતા ગુમાવી દીધા. ત્યાર પછી તેના પરિવારની જવાબદારી તેના માતા ઉપર હતી. પિતાના અવસાન પછી વિશ્વ એ નક્કી કરી લીધું હતું કે તેને સીએ બનવું છે અને પરિવારનું અને પિતાનું નામ રોશન કરવું છે.

સપ્ટેમ્બર 2022 માં તેની ફાઉન્ડેશનની પરીક્ષા હતી તેના માટે તેણે ઘણા સમયથી મહેનત કરી હતી. પરંતુ ઈશ્વરને કંઈક અલગ જ મંજૂર હોય તેમ પરીક્ષા પહેલા જ તેની માતાનું પણ અવસાન થઈ ગયું અને વિશ્વ એ પોતાના માતા-પિતા ગુમાવી દીધા. તેમ છતાં તેણે પરિવાર અને શિક્ષકોની મદદથી સીએનજી ફાઉન્ડેશન પરીક્ષા આપી અને જે પરિણામ આવ્યું તે જોઈને બધા ચોકી ઉઠ્યા.

તેણે પોતાના માતા પિતાની ઈચ્છા પૂરી કરી અને ફાઉન્ડેશનની પરીક્ષામાં રેકોર્ડ બ્રેક માર્ક્સ સાથે પાસ થઈ ગઈ.

Leave a Comment