ઘણી વખત બાળકો એવી બીમારી સાથે જન્મ લેતા હોય છે કે જેની સારવાર શક્ય ન હોય અથવા તો સારવારમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય તેમ હોય. આવી જ બીમારી સાથે વડોદરાના કિરી પરિવારના ત્રણ બાળકો નો જન્મ થયો. રેશ્માબેન ખીરી જ્યારે પ્રેગ્નેન્ટ હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના ગર્ભમાં ત્રણ સંતાનો છે.
તેઓ પોતે પણ ઇચ્છતા હતા કે તેમને ટ્વિન્સ થાય પરંતુ ભગવાને તેમને ત્રણ સંતાનો આપ્યા. આ વાતથી તેઓ ખૂબ જ ખુશ હતા અને સંતાનોના આગમનની તૈયારીઓ પણ શરૂ કરી દીધી. તે ડીલીવરી કરવા માટે વડોદરા થી પોતાના પિયર અમદાવાદ આવ્યા. તેણે પોતાના દિવસો બાળકોની રાહ જોતા ખુશી ખુશીથી પસાર કર્યા. તેમણે એક દીકરી અને બે દીકરાને જન્મ આપ્યો.
સંતાનો થોડા મોટા થયા એટલે તેમની તબિયતમાં થોડી ગડબડ થઈ અને તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે ત્રણ સંતાનોમાંથી દીકરા પ્રથમ દીકરી પ્રિશાને દુર્લભ બીમારી જેને એસએમએ કહેવામાં આવે છે તે થઈ છે.
આ બીમારી અંગે તેના પિતા સાહિલભાઈ જણાવે છે કે શરીરને ચલાવનાર ચેતાતંત્ર હોય છે. તે આપણા સ્નાયુને મુવમેન્ટ કરવા માટે ઇન્સ્ટ્રક્શન આપે અને જેના કારણે આપણા શરીરનું હલનચલન થતું હોય છે. પરંતુ આ દુર્લભ બીમારીમાં મોટર ન્યુરોન ડીલીટ થઈ જાય છે. જેના કારણે બાળકોનું શરીર હલનચલન કરી શકતું નથી.
તેમને અલગ અલગ સ્ટેજમાં સ્પાઇનલ મસ્ક્યુલર સમસ્યાઓ થાય છે. જો આ બીમારીની ખબર બાળક છ મહિનાનું હોય ત્યાં સુધીમાં થઈ જાય તો તેની સારવાર શક્ય બને છે. આ બીમારીમાં બાળકની વધુમાં વધુ ઉમ્ર બે વર્ષની હોય છે. પરંતુ જો સમયસર તેને સારવાર અને ઇન્જેક્શન મળી જાય તો બાળકને જીવનદાન મળી શકે છે.
વડોદરાના આ પરિવારની વાત કરીએ તો સાહિલભાઈ બેંકમાં નોકરી કરે છે અને મહિનાની આવક 70 હજાર જેટલી છે પરંતુ બે બાળકોને કરોડોના ઇન્જેક્શન ની જરૂર હોવાથી તેમણે અત્યાર સુધીમાં મદદ માટે અનેક પ્રયત્નો કર્યા. લોકો તરફથી પણ મદદ તેમને મળી રહી છે અને સાથે જ સરકારે પણ મદદ કરી છે જેના કારણે રૂપિયા જમા પણ થયા છે
પરંતુ તેમ છતાં સંતાનોને ઇન્જેક્શન મળે તે પહેલા આ દંપતીને તેની વહાલ સોઈ દીકરી ગુમાવવી પડી.
રેશ્માબેન પિયરથી જ્યારે પોતાના સાસરે આવ્યા ત્યારે તેમની વહાલ સોઈ દીકરી જે તેમને ખૂબ જ વાલી હતી તેને નિમોનિયા થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તે પહેલાથી જ નબળી હતી તેમજ દુર્લભ બીમારી હતી અને સાથે જ નિમોનિયા થઈ જતા તે હોસ્પિટલમાં જ આંખ નીચે ગઈ. પરંતુ હવે આ દંપત્તિ લોકો પાસે મદદ માગી રહ્યા છે કે તેમનો દીકરો પ્રથમ તેમની સાથે રહે.
અત્યાર સુધીમાં તેમણે ફંડ માટે દાન આપતી સંસ્થાઓ તેમજ મોટી કંપનીઓનો પણ સંપર્ક કર્યો છે. તેમણે ભારતના 10 સૌથી અમીર મંદિર જેમાં તિરૂપતિ બાલાજી શિરડી વગેરેનો સમાવેશ થાય છે તેમનો પણ મદદ માટે સંપર્ક કર્યો છે. અત્યાર સુધીમાં જે મદદ મળી છે તેના કારણે એક કરોડથી વધુ રકમ એકત્ર થઈ છે પરંતુ પ્રથમને ઇન્જેક્શન માટે 16 કરોડના ઇન્જેક્શન ની જરૂર છે જો આ રકમ ભેગી થઈ જાય તો પ્રથમનું જીવન બચી શકે