મહિલા સારવાર માટે થઈ હતી હોસ્પિટલમાં દાખલ, પણ ભાન આવ્યું ત્યારે ખબર પડી કે કાઢી લેવામાં આવી છે કિડની

જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો તેને સારવારની જરૂર પડે છે. ઘણી વખત બીમારી એવી હોય છે કે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે. લોકો ડોક્ટર પર વિશ્વાસ રાખીને સારવાર માટે દાખલ થતા હોય છે. પરંતુ ઘણી વખત હોસ્પિટલમાં દર્દી સાથે એવી ઘટના બને છે કે જેના કારણે ડોક્ટર અને દર્દી વચ્ચે ના વિશ્વાસનો સંબંધ તૂટી જાય છે. આવી જ એક છેતરપિંડીની ઘટના તાજેતરમાં સામે આવી છે જેમાં એક મહિલાએ કિડની કાઢી લેવાનો આરોપ ડોક્ટર પર લગાવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર એક મહિલા ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ઓપરેશન પછી જ્યારે તેને ભાન આવ્યું તો ખબર પડી કે તેનું કિડનીનું ઓપરેશન કરી કિડની કાઢી લેવામાં આવી છે. મહિલા માટે આટલી તકલીફ ઓછી હોય તેમ કિડની ન હોવાની વાત જાણીને તેનો પતિ પણ તેના બાળકોને લઈને તેને છોડીને ભાગી ગયો.

હાલ મહિલા હોસ્પિટલમાં જ દાખલ છે અને તેણે આ અંગે ડોક્ટર પર ઓપરેશન કરી કિડની કાઢી લેવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના બિહારના મુજફરપુરમાં બની છે. અહીં રહેતી સુનિતા ને ગર્ભાશયમાં ઇન્ફેક્શન થયું હતું અને તેને સારવાર માટે ઓપરેશન કરાવવાનું ડોક્ટરે કહ્યું હતું. તે ડોક્ટર પર વિશ્વાસ રાખીને હોસ્પિટલમાં દાખલ થઈ અને જ્યારે તેને ભાન આવ્યું તો ખબર પડી કે તેની કિડની કાઢી લેવામાં આવી છે.

જોકે કિડની કાઢી લીધા પછી સુનિતા ની હાલત વધારે ખરાબ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. સુનીતા ને દર બીજા દિવસે ડાયાલિસિસ કરાવવું પડે છે.

Leave a Comment