મહિલાએ ઘરના ઉંબરે ન કરવું જોઈએ આ કામ, જાણો જ્યોતિષશાસ્ત્રના મહત્વના નિયમ

જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું મુખ્ય દ્વાર સૌથી મહત્વનું અને પવિત્ર જગ્યા હોય છે. અહીંથી જ ઘરમાં પ્રવેશ કરવામાં આવે છે તેથી તેનું મહત્વ વિશેષ હોય છે. તેથી જ ઘરના ઉંબર પર કેટલાક કામો કરવાની મનાઈ હોય છે. આ સિવાય ઘરનો ઉંબર કેવો હોવો જોઈએ તેના પણ નિયમો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉંબરો તૂટેલો હોવો ન જોઈએ. આ સિવાય અસમાન કે અવ્યવસ્થિત ઉંબર પણ હાનિકારક છે. જો ઉંબરો આવો હોય તો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. દરવાજાનો આ ભાગ મજબૂત અને સુંદર તેમજ સ્વચ્છ હોવો જોઈએ.

ઉંબરો ઘરનું મહત્વનું સ્થાન હોય છે કોઈપણ વ્યક્તિએ તેની ઉપર ચડીને નહીં પરંતુ તેને ઓળંગીને જ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ અથવા તો ઘરની બહાર જવું જોઈએ. જ્યારે ઉમરા સંબંધિત નિયમોનું પાલન થતું નથી તો તેનું પરિણામ ઘરમાં રહેનાર લોકોએ ભોગવવું પડે છે.

ઘરના મુખ્ય દરવાજાની નીચેની તરફ જે ભાગ હોય છે તેને ઉંબરો કહેવામાં આવે છે. આજના સમયમાં મોટાભાગના ઘરોમાં ઉંબરો હોતો જ નથી પરંતુ વાસ્તુ અનુસાર જે ઘરમાં ઉંબરા હોય છે ત્યાં પૈસાનો વ્યય થતો નથી અને ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ સિવાય ઘરના ઉંબરા ને લઈને કેટલાક નિયમો પણ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે.

જેમકે ઉબરા ઉપર ક્યારેય ઊભું રહેવું જોઈએ નહીં. આ સિવાય ગંદા પગ કે ચપ્પલને ઉંબરા પર મૂકીને ઘરમાં આવવું જોઈએ નહીં. આ જગ્યા એવી હોય છે જેના ઉપર ક્યારેય પગ મુકવો જોઈએ નહીં.

ઘરમાં મહેમાન આવે કે તેને વિદાય આપવાની હોય તો ઉમરા ઉપર ઉભો જોઈએ નહીં. મહેમાનોનું સ્વાગત ઉંબરા ની અંદરની તરફ ઊભીને કરવું જોઈએ અને જ્યારે તે બહાર જતા હોય ત્યારે પોતે પણ ઉંબરા ની બહાર જઈને મહેમાનોને વિદાય આપવી જોઈએ.

વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર વર્તમાન સમયમાં મોટાભાગના ઘરની ડિઝાઇન એવી હોય છે જેમાં ઉમરા આપવામાં આવતા જ નથી. પરંતુ ઘરના મુખ્ય દરવાજાની જો બંને બાજુ ઉમરો બનાવવામાં આવે તો વાસ્તુશાસ્ત્રની નકારાત્મક અસરોથી બચી શકાય છે. ઘરમાં ઉંબરો હોય તો કોઈપણ વસ્તુ ઉંબરો પાર કર્યા પછી જ ઘરની અંદર કે બહાર આવતા કરી શકે છે.

જ્યોતિષશાસ્ત્રમાં ઉંબરા ની પૂજા કરવાનું મહત્વ પણ વર્ણનમાં આવ્યું છે. જોકે હવે ઉમરા હોતા જ નથી તેથી તેની પૂજા પણ થતી નથી અને ઘરમાં નકારાત્મક ઊર્જા વધી જતી હોય છે. જો ઘરના ઉંબરા ની પૂજા થતી હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી કારણ કે તે ઘરના ઉમરા પર જ અટકી જાય છે.

જે ઘરમાં ઉંબરો હતો નથી તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આવા ઘરમાં લક્ષ્મીજી પણ પ્રવેશ કરી શકતા નથી.

Leave a Comment