માતા મોગલ કળિયુગમાં પણ હાજરાહજૂર છે. તેમના સાક્ષાત્કારના પરચા અત્યાર સુધીમાં અનેક ભક્તોને મળી ચૂક્યા છે. તેમના પરચા થી જીવનમાં ચમત્કાર થયા પછી દેશ-વિદેશથી પણ લોકો માતા મોગલના દર્શનને દોડી આવે છે.
દરરોજ માતા મોગલના ધામમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. માતા મોગલ ના દરબારમાં દુઃખી મનથી ભક્ત આવે છે પણ તે દુઃખી મનથી પરત જતા નથી. જ્યારે તેઓ મંદિરેથી દર્શન કરીને ભરત જાય છે ત્યારે તેમની ચિંતાઓ દૂર થઈ ગઈ હોય છે. માતા મોગલ ના દરબારમાં ગયેલા દરેક વ્યક્તિની ઈચ્છા અચૂક પૂર્ણ થાય છે.
આવી જ રીતે એક મહિલા જે સાબરકાંઠાથી મોગલ ધામ પહોંચી હતી તેની સાથે પણ એક ચમત્કાર થયો. માતા મોગલની ભક્ત આ મહિલાના લગ્નને ઘણા વર્ષો થયા હતા પરંતુ તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નહીં. તેવામાં તેને માતા મોગલના ચમત્કાર વિશે જાણવા મળ્યું.
તેને સંતાન પ્રાપ્તિ માટે માતા મોગલ ની માનતા રાખી. અને થોડા જ સમયમાં ચમત્કાર થયો. મહિલાના ઘરે સ્વસ્થ બાળકનો જન્મ થયો. બાળકના જન્મ પછી મહિલા બાળક સાથે મોગલ ધામ આશીર્વાદ લેવા માટે પહોંચી. તેને મણીધર બાપુ સામે રૂપિયા ધર્યા. મણીધર બાપુએ તે રૂપિયાની ઉપર 20 રૂપિયા વધારે મૂકીને મહિલાને કહ્યું કે આ રૂપિયા તારી બાળકીને આપી દેજે અને માતા મોગલ માં હંમેશા વિશ્વાસ રાખજે.