શ્રાવણ મહિના પહેલા અને શ્રાવણ મહિના દરમિયાન થયેલા સારા વરસાદના કારણે ચારેય તરફ હરિયાળી છવાઈ ગઈ છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે. સાથે જ ધોધ અને ઝરણા છલકાઈ ગયા છે. આવા સુંદર વાતાવરણમાં રજાઓ દરમિયાન અનેક લોકો રજાની મજા માણવા પહોંચી ગયા હતા.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વાવકુવા ધોધ આવેલો છે તે પણ વરસાદના કારણે છલોછલ થયો હતો. રજાના દિવસો દરમિયાન વાવકુવા ધોધ ખાતે અનેક લોકો ઉમટી પડ્યા હતા. મહીસાગર જિલ્લા ખાતે અમદાવાદ સહિતના શહેરોમાંથી લોકો ફરવા માટે આવ્યા હતા.
તેવામાં અમદાવાદ થી આવેલા એક યુવાન નું દુર્ઘટનામાં અવસાન થતા પરિવાર શોકમાં ગરબા થઈ ગયો હતો. અમદાવાદ થી આવેલો યુવાન ધોધમાં નહાવા પડ્યો અને તેના વહેણમાં ડૂબી ગયો.
તેની સાથે રહેલા લોકોએ તેની શોધખોળ શરૂ કરી અને તંત્રને પણ જાણ કરવામાં આવી. ફરવા આવેલા લોકોએ પણ તેની શોધખોળ ખૂબ જ કરી. પરંતુ કલાકોની મહેનત પછી યુવાનના મૃતદેહને જ બહાર કાઢી શકાયો.
પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે યુવાનનું નામ અમન પટેલ છે અને તે 17 વર્ષનો છે. તે અમદાવાદના વેજલપુર પર મકરબા રોડ પર રહે છે. આ ઘટના અંગે તેના પરિવારને જાણ કરવામાં આવી.
સાથે જ પોલીસે ઘટનામાં અકસ્માતે મોત થયાની નોંધ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. ફરવા ગયેલા દીકરા નું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.