લાખોની જમીનનું અટકેલું કામ માતા મોગલ ની માનતા રાખવાની સાથે જ થઈ ગયું પુરુ, માનતા પૂરી કરવા ભક્ત જ્યારે પહોંચ્યા મોગલ ધામ ત્યારે થયો આવો ચમત્કાર

કચ્છના કબરાઉ ધામમાં બિરાજે છે મા મોગલ. વર્ષ દરમિયાન અહીં લાખો ભક્તો માતાના દર્શન કરવા આવે છે. ભક્તો માતાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. માતા મોગલ ની ગાડી મણિધર બાપુ સંભાળે છે. અહીં દર્શન કરવા આવતા ભક્તો મણીધર બાપુના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે.

મા મોગલ ના ભક્તોને અત્યાર સુધીમાં માતાજીએ અનેક વખત સંકટના સમયે પરચા આપ્યા છે. માતા મોગલ પોતાના ચરણે આવેલા દરેક ભક્તોની ચિંતા દૂર કરી દે છે. અહીં રોજ મોટી સંખ્યામાં એવા ભક્તો પણ આવે છે જેમની માનતા માતાજીએ ગણતરીની કલાકોમાં પૂરી કરી હોય. તો સાથે જ એવા ભક્તો પણ આવે છે જેમના મુશ્કેલ કામોને માતા મોગલ એ પાર પાડ્યા હોય.

માતાના પરચા ના કારણે શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય છે. માતા પોતાના દરેક ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ કરે છે. મા મોગલ ના દર્શન કરવા આવનાર વ્યક્તિ ક્યારેય ખાલી હાથ કે દુઃખી મનથી પરત ફરતા નથી.

મનમાં વિચારેલું કામ જ્યારે માતા મોગલના દર્શન કરવાની માનતા થી પણ પૂર્ણ થઈ જાય ત્યારે ભક્તો મોગલ ધામ પહોંચી જતા હોય છે. કેટલાક ભક્તો હજારો રૂપિયાનું દાન અહીં મણીધર બાપુ સમક્ષ મૂકે છે. પરંતુ મણીધર બાપુ એક પણ રૂપિયો સ્વીકારતા નથી. તેઓ હંમેશા કહે છે કે માતા પર શ્રદ્ધા રાખો તેમના પરનો વિશ્વાસ તમારા દરેક કાર્યને સફળ કરે છે.

મણીધર બાપુ કહે છે કે માતાને પૈસાની જરૂર નથી માતાને જરૂર છે કે તેના ભક્તો તેને યાદ કરતા રહે તેનાથી માતા પ્રસન્ન રહે છે. આવા જ એક ભક્તો તાજેતરમાં મોગલ ધામ દોડી આવ્યા હતા. આ ભક્તોને માતાનો પરચો મળ્યો તે વાત ખૂબ જ રસપ્રદ છે.

માતાના ભક્તો એવા પટેલ પરિવારની કેટલીક જમીન નું કામ વર્ષ 2016 થી અટવાયેલું હતું. લાખોની જમીનનું કામ અટકેલું હોવાથી પરિવાર ચિંતામાં હતો. તેમણે આ કામ પૂર્ણ થાય તે માટે માતા મોગલ ની માનતા રાખી. માનતા રાખવાના થોડા જ સમયમાં તેમનું જમીનનું અટકેલું કામ પૂર્ણ થઈ ગયું. ત્યારબાદ પટેલ પરિવાર મોગલ ધામ આવ્યો અને મણીધર બાપુના ચરણોમાં 21 હજાર રૂપિયા ધર્યા.

મણીધર બાપુએ તેમને 21 હજારની ઉપર એક રૂપિયો મૂકીને પરત કર્યા અને કહ્યું કે તમારા ઘરમાં ત્રણ દીકરીઓ છે તેને આ રૂપિયા અડધા અડધા કરીને આપી દેજો માતાએ તમારી માનતા સ્વીકારી લીધી છે..

Leave a Comment