વિક્રમ ઠાકોર ના પરિવાર વિશે નહીં જાણતા હોય આ વાત તમે પણ

ગુજરાતના કલાકારો દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીંના લોકો કલાકારો પોતાની કલારે રજૂ કરવા માટે વિદેશમાં પણ જાય છે અને ત્યાં પણ તેમની લોકપ્રિયતા વધી રહી છે. આવા જ એક કલાકાર છે વિક્રમ ઠાકોર.

આજના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમ ઠાકોર ખૂબ જ લોકપ્રિય છે. તેમના અંગત જીવનની કેટલીક એવી વાતો પણ છે કે જેના વિશે કોઈ પણ જાણતું નથી. વિક્રમ ઠાકોર નો જન્મ એક એપ્રિલ 1984 ના રોજ ગાંધીનગરના નાનકડા ગામ ફતેપુરામાં થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા વિક્રમ ઠાકોરને બે ભાઈઓ પણ છે.

વિક્રમ ઠાકોર ની નાનપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શોખ હતો. કે નાનપણથી વાસળી પણ સારી વગાડતા હતા. આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે. તેમના પત્નીની વાત કરીએ તો તેમનું નામ તારા બહેન છે અને તેમને સંતાનમાં દીકરી પૂજા અને દીકરો મિલન છે.

વિક્રમ ઠાકોર સંઘર્ષ કરીને ગુજરાતી ફિલ્મ જગતમાં આગળ આવ્યા છે. તેના દમદાર અભિનયના કારણે તે લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. તમને માત્ર 20 વર્ષની ઉંમરે જ સ્ટેજ પ્રોગ્રામ કરવાની શરૂઆત કરી દીધી હતી. 2006 માં આવેલી ફિલ્મ પિયુને મળવા આવજે થી તેમનું ફિલ્મોમાં કામ કરવાનું સપનું પૂરું થયું અને તે પ્રખ્યાત બન્યા.

વિક્રમ ઠાકોર અભિનેય કરવાની સાથે ગીતમાં પણ હાથ અજમાવી ચૂક્યા છે. તેમને ઘણા બધા ગીત પણ ગાયા છે.

Leave a Comment