સમાજમાં જાગૃતતા આવે તે માટે પાટીદાર યુવકે પોતાના લગ્નની કંકોત્રીમાં લખાવ્યું અનોખું લખાણ… તસવીરો જોઈને તમે પણ કરશો વખાણ

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર રોજ લગ્ન સંબંધિત તસવીરો અને વિડિયો વાયરલ થતા હોય છે. તેનું કારણ છે કે લોકો પોતાના લગ્નને ખાસ અને યાદગાર બનાવવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. તેવામાં હાલ એક લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બની છે. આ લગ્નની કંકોત્રીમાં સમાજને ખાસ મેસેજ આપવામાં આવ્યા છે.

સુરતના વિકાસ રાખોલીયા નામના વ્યક્તિએ પોતાના લગ્નમાં ખાસ કંકોત્રી છપાવી છે. તેના લગ્ન 11 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યા છે ત્યારે તેણે પોતાના લગ્નની કંકોત્રી દ્વારા સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે લગ્નની કંકોત્રીમાં સપ્તપદી ના સાત વચન તરીકે જાગૃતિ ફેલાવતા વચનો લખાવ્યા છે.

તેણે કંકોત્રીમાં લખાવ્યું છે કે વૃક્ષો વાવવીએ અને વવડાવીએ, ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ, વ્યસન અને વ્યાજખોરોથી દૂર રહીએ અને બીજાને પણ રાખીએ, લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ, રક્તદાન કરીએ અને કરાવીએ, ચક્ષુદાન અને દેહદાન નો સંકલ્પ કરીએ, સમાજ અને રાષ્ટ્રીયતા માટે વફાદાર.

આ ઉપરાંત તેને કંકોત્રીમાં એમ પણ લખાવ્યું છે કે લગ્ન પ્રસંગ ની શરૂઆત થશે તે પહેલા રાષ્ટ્રીય ગીત વાગશે. આ અનોખી લગ્ન કંકોત્રી ની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. વિકાસ રાખોલીયા ની સગાઈ રિદ્ધિ વાડોદરિયા સાથે થઈ હતી. આ બંનેએ પોતાના લગ્ન પાછળ વધારે ખર્ચ કરવાના બદલે તે રકમનો ઉપયોગ પણ બાળકોના શિક્ષણ પાછળ કર્યો છે.

તેઓ માને છે કે જરૂરિયાતમંદ બાળકોને ભણવામાં મુશ્કેલ પડે છે તેવામાં તેઓ બે બાળકોને પસંદ કરશે અને તેમનો ભણવાનો બધો જ ખર્ચ ઉપાડશે.

Leave a Comment