સુરતના પ્રખ્યાત બિલ્ડર લવજી બાદશાહ ની દીકરી ના લગ્નની ચર્ચા થઈ રહી છે દેશભરમાં…. લગ્નનો ઠાઠમા થતો રાજાને શોભે તેવો

સુરત શહેર હીરા ઉદ્યોગ માટે કેન્દ્રબિંદુ છે. અહીં હીરાના મોટા મોટા ઉદ્યોગો છે અને ઉદ્યોગપતિઓ પણ છે જે વિશ્વભરમાં પ્રખ્યાત હોય. આવા જ એક પ્રખ્યાત ઉદ્યોગપતિ છે લવજી બાદશાહ.

થોડા મહિના પહેલાં જ તેમના પરિવારમાં તેમની દીકરી ગોરલના લગ્ન યોજાયા હતા. ગોરલ ના લગ્ન જે રીતે કરવામાં આવ્યા તે કોઈ રાજાને શોભે તેવો ઠાઠ હતો. દીકરી ના લગ્ન માટે જાણે આખા સુરતને શણગારવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા.

લવજી બાદશાહ ની દીકરી ગોરલ ના લગ્ન 22 જાન્યુઆરીના રોજ ગોપીન ફાર્મમાં થયા હતા. ગોરલ ના લગ્ન સંજયભાઈ અજમેરાના દીકરા મયુર અજમેરા સાથે થયા હતા આ લગ્નમાં દેશભરની દિગ્ગજ હસતીઓએ પણ હાજરી આપી હતી. આ લગ્નના ફંકશન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. જેમાં રાજકારણીઓ સહિતના લોકોએ હાજરી આપી હતી.

મહેમાનોના મનોરંજન માટે ઓસમાન મીર ને બોલાવવામાં આવ્યા હતા. દીકરી ના લગ્ન નો મંડપ પણ એવી રીતે શણગારવામાં આવ્યો હતો કે જાણે કોઈ સ્વર્ગમાં આવ્યું હોય રાજ્યના મહેલ જેવો મંડપ બનાવવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને લોકોની આંખો પણ પહોળી થઈ ગઈ.

વર અને વધુની એન્ટ્રી માટે એક પાણીની નહેર પણ બનાવવામાં આવી હતી જેમાં બોટમાં સવાર થઈને બંને મંડપ સુધી પહોંચ્યા હતા.

Leave a Comment