એક સમયની ટીવીની સુપર સ્ટાર અને હવે સફળ રાજકારણી તરીકે કાર્યરત સ્મૃતિ ઈરાની ની દીકરી શનેલ ઈરાની ના લગ્ન થયા છે. શનેલ ના લગ્ન અર્જુન બલ્લા સાથે થયા છે. બંનેના લગ્ન રાજસ્થાનના નાગોરમાં આવેલા ખીરસર ફોટ માં કરવામાં આવ્યા. લગ્ન બાદ શનેલ અને અર્જુન ની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. અને સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે એ વિડિયો જેમાં લગ્નની શરૂઆત થાય છે ત્યારે સ્મૃતિ ઈરાની શંખ વગાડે છે.
આ લગ્નમાં બંનેના પરિવારના લોકો અને ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત રાજસ્થાની પરંપરા અને રીતરિવાસ અનુસાર કરવામાં આવ્યું. અર્જુન ની જાનકીલા માંથી નીકળી હતી અને જ્યારે લગ્ન મંડપ પર જમાઈ આવ્યા ત્યારે સ્મૃતિ ઈરાની એ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું.
સ્મૃતિ ઈરાની ની તસ્વીરો પણ સામે આવી છે જે માટે શંખ વગાડતી જોવા મળે છે. જ્યારે તેને જમાઈ નું સ્વાગત કર્યું ત્યારે આતશબાજી પણ થઈ હતી. કિલ્લામાં એક વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં બંનેએ ફેરા ફર્યા હતા.
લગ્નમાં અર્જુન ભલા એ ઓફ વાઈટ શેરવાની પહેરી હતી અને રેડ પર્લ નેકપિસ પહેર્યો હતો. જ્યારે સુનિલ ઈરાનીએ હેવી વર્ક વાળો લેહેંગો પહેર્યો હતો. આ લગ્નમાં હાઈ સિક્યોરિટી અને નો ફોન પોલિસી પણ અમલમાં મૂકવામાં આવી હતી. આ લગ્નમાં 70 મહેમાનોએ હાજરી આપી હતી.
મહત્વનું છે કે સ્મૃતિ ઈરાની એ કોઈપણ વીઆઈપી વ્યક્તિને લગ્નમાં બોલાવ્યા ન હતા. લગ્નની અલગ અલગ વિધિઓ સાત ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. આ કપલે 2021 માં સગાઈ કરી હતી. ત્યાર પછી ફેબ્રુઆરી 2022 માં બંને લગ્નગ્રંથિએ બંધાયા.