બોલીવુડના જાણીતા અભિનેતાઓ માંથી એક છે અનુપમ ખેર. અનુપમ ખેર જેટલા ઉત્તમ કલાકાર છે તેટલા જ શાંત અને ગંભીર વ્યક્તિ છે. તેમની કાશ્મીર ફાઈલ ફિલ્મમાં તેમની એક્ટિંગ જોઈને લોકો તેમની પ્રશંશા કરતા થાકતા ન હતા.
તાજેતરમાં જ અનુપમ ખેરે સોશિયલ મીડિયાના માધ્યમથી એક તસવીર પણ શેર કરી છે. આ તસવીર કૈલાશ ગિરિ બ્રહ્મચારીની છે. આ વ્યક્તિ પોતાની અંધ માતાને ખભા પર બેસાડીને ફરતો જોવા મળે છે. અનુપમ ખેરે આ ફોટો ટ્વિટ કરીને કહ્યું છે કે આ વ્યક્તિને તે મદદ કરવા માંગે છે અને જે પગપાળા તે તીર્થયાત્રા કરે છે તેનો ખર્ચ આપવા ઈચ્છે છે.
કૈલાસગીરી લંગોટી પહેરીને ખભા પર એક વાસમાં બે ટોપલી બાંધીને ફરતો જોવા મળે છે. એક ટોપલીમાં ઘરનો જરૂરી સામાન છે અને બીજી તરફની ટોપલીમાં તેની માતા બેઠેલી જોવા મળે છે. આ વ્યક્તિને આજના યુગના શ્રમણકુમાર તરીકે પણ સંબોધવામાં આવે છે. આ તસવીરનું સત્ય એ છે કે આ વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી પોતાની એસી વર્ષની અંત માતાને ખભા પર ઉઠાવીને ભારતના વિવિધ મંદિરોમાં દર્શન કરાવી રહ્યો છે.
અનુપમ ખેરે જ્યારે આ તસ્વીર ટ્વિટ કરી તો લોકો આ વ્યક્તિના વખાણ કરવા લાગ્યા. અનુપમ ખેરે આ તસવીર કરીને એવું પણ લખ્યું કે આ વ્યક્તિને તે મદદ કરવા ઈચ્છે છે અને તેનો તેમજ તેની માતાનો આજીવન યાત્રાનો ખર્ચ તે સ્પોન્સર કરવા ઈચ્છે છે.