તમે તમારી આસપાસ ઘણા સેવાભાવી લોકોને જોયા હશે. લોકો કોઈને કોઈ રીતે સેવા કાર્યો કરતા હોય છે ઘણા લોકો તેમાંથી એવા હોય છે જેમને પશુ પક્ષી માટે અપાર પ્રેમ હોય અને તેઓ પશુ પક્ષીઓનું પેટ ભરીને રાહતનો શ્વાસ અનુભવતા હોય છે. આજે તમને આવા જ એક વ્યક્તિ વિશે જણાવીએ છે ને વાંદરા પ્રત્યે અપાર પ્રેમ છે.
આ વ્યક્તિ દર મહિને હજારો રૂપિયા વાંદરા પાછળ ખર્ચી નાખે છે. સામાન્ય રીતે લોકો વાંદરાથી ડરતા હોય છે પરંતુ અમદાવાદનો આ વ્યક્તિ પોતાના પૈસે વાંદરાઓને જમાડીને તેમની ભૂખ શાંત કરવાનું કામ કરે છે. વાંદરાઓ પ્રત્યેના પ્રેમના કારણે લોકો તેને મંકી મેન તરીકે ઓળખે છે. તેનું નામ સ્વપ્નિલ સોની છે અને જ્યારે તે ભોજન લઈને વાંદરા પાસે પહોંચે છે તો વાંદરા તેને જોઈને હરખમાં ઉછળ કૂદ કરવા લાગે છે.
સ્વપ્નિલનું જીવન મંત્ર જાણે વાંદરાઓનું ભરણપોષણ કરવાનું હોય તેમ પોતાની કમાણીમાંથી જલસા કરવાને બદલે તે રોટલીઓ કેળા જેવી વસ્તુઓ ખરીદે છે અને 700 થી વધુ વાંદરાઓને રોજ જમાડે છે. સ્વપ્નિલ જ્યારે પણ આવે છે ત્યારે વાંદરાઓ ઝાડ પરથી નીચે ઉતરી તેની આસપાસ બેસી જાય છે અને સ્વપ્નિલના હાથે લાવેલું ભોજન પ્રેમથી જમે છે. સ્વપ્નિલ રોજ વાંદરાઓ માટે 1700 જેટલી રોટલીઓ બનાવી માનવતા મહેક આવી રહ્યો છે.