જુગારની ક્લબ મોટા શહેરોમાં ધમધમતી હોય એવી તો ઘણી ઘટનાઓ બની હશે. પરંતુ અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જુગારનું કલબ ચાલતું હોય તેવું કોઈએ વિચાર્યું પણ ન હોય. આ રીતે ચાલતા જુગારના ક્લબમાં લાખો રૂપિયાનો જુગાર રમાતો હોય છે. તેમાં પણ ગુજરાતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જુગારનું પ્રમાણ વધી રહ્યું છે.
સાથે જ પોલીસ પણ સતત થઈ ગઈ છે અને આ પ્રકારે ચાલતા જુગારના ક્લબ ઉપર દરોડા કરીને જુગારીઓને ઝડપી પાડે છે. તાજેતરમાં જ અમરેલીમાં પણ આ રીતે દરોડો કરવામાં આવ્યો હતો.
એસએમસી માં ચાર્જ સંભાળનાર નિર્લિપ્ત રાય અમરેલીના એસપી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પોતાની કામગીરીને લઈને હંમેશા પ્રશંસાને પ્રાત્ર રહ્યા. તે સમયે તેમણે અમરેલીમાંથી જુગારનો કલબ ઝડપી પાડ્યો હતો. આ જુગારના ક્લબમાંથી 23 જુગારીઓ સાથે 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
સ્ટેટ મોનિટરિંગ સેલ ને આ બાબતે બાતમી મળી હતી અને તેમણે દરોડો કર્યો હતો. અચાનક થયેલા ધરોડા થી જુગારીઓમાં દોડધામ મચી ગઈ પરંતુ પોલીસે પણ એવો બંધબસ્ત ગોઠવ્યો હતો કે એક પણ જુગારી છટકી ન શકે. આદરોડા માંથી જુગાર માટે રમવાની ચિપ્સ અને રોકડ સહિતની વસ્તુઓ ઝડપવામાં આવી હતી. અમરેલીના ઇતિહાસમાં આટલો મોટો દરોળો પહેલી વખત થયો હતો જેમાંથી લાખોનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો.