અલ્પા પટેલે PSM 100ની મુલાકાત લીધી ત્યારબાદ જણાવ્યું કે ચારધામ યાત્રા જેવો અનુભવ થયો, જાણોબીજું શું કહ્યું……

અત્યારે ખૂબ જ જોર શોર થી અમદાવાદમાં પ્રેમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવે છે અને તે સમગ્ર દુનિયામાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે આ મહોત્સવમાં ઘણા બધા એવા સિતારા પણ આવ્યા છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય અને તેમાં ગુજરાતી કલાકારો પણ તેમાં સામેલ છે.

આ સમગ્ર મહોત્સવમાં ઘણા બધા એવા મોટા કલાકારોએ હાજરી આપી છે, અને આ મહોત્સવને જોઈને તેઓ અત્યંત ખુશ પણ થયા છે ત્યારે ગુજરાતની અત્યંત લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ પણ અહીં આ મહોત્સવમાં આવ્યા હતા અને તેમને પોતાના પતિ સાથે તેની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન તેમની ઘણી બધી તસવીરો પણ ખેંચવામાં આવી હતી.

સમગ્ર તસવીરો આ મહાસભામાં આવીને અલ્પાબેને ખેંચી હતી અને તે સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી, તેમાં તેમણે પોતાના પતિ સાથે ન ભુતો ન ભવિષ્ય એવા મહોત્સવની મુલાકાત લીધી હતી. અને અત્યંત સુંદર જગ્યાનો આનંદ માણતા જ તેઓ અત્યંત ખુશ જોવા મળ્યા હતા, અને સમગ્ર ફોટા શેર કરતી વખતે અલ્પાબેને લખ્યું હતું કે તેમને ખૂબ જ અલગ અનુભવ થયો છે.

અલ્પાબેને કેપ્શન માં લખ્યું હતું કે” પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં આવીને ચારધામ યાત્રા કરી લીધી હોય તેવો અનુભવ થયો છે અને ખૂબ જ સારા વિચારો મારા હૃદય સુધી પહોંચ્યા છે, તેવી ખુશી મળી છે અને તેનાથી વધુ મહંત સ્વામી બાપા ના દર્શન નો લાભ મળ્યો તથા હરિભક્તોએ આમાં ઘણી જ મહેનત કરી છે અને તેઓ તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે. “

તેમને બીજું જણાવ્યું હતું કે ” બાળ નગરીની તો વાત જ કંઈક અલગ છે, હું દરેક બાળકના માતા-પિતાને ધન્યવાદ આપી શકે તેમને અહીં સુધી પહોંચાડ્યા છે, અને તેમનો અભિનય તથા તેમનો પોશાક જોઈને હું ખૂબ જ વિચારમાં પડી ગઈ કે અદભુત બાપાની વાસમાંથી બનાવેલી મૂર્તિ જોઈને તો એમ લાગે કે જાણે બાપા હમણાં જ બોલશે “

તેમને એમ પણ જણાવ્યું હતું કે” અહીં આ મહોત્સવમાં ભજનથી લઈને ભોજન સુધીની ખૂબ જ સુંદર વ્યવસ્થા અને સ્વચ્છતા રાખવામાં આવી છે અને શબ્દથી જણાવવામાં આવે તો તે ખૂબ જ ઓછું છે પરંતુ હું એટલું જ જણાવીશ કે મારું જીવન અહીં આવીને ધન્ય થઈ ગયું અને આપણે આપણા જીવનમાં પણ સારા વિચારો ઉતારી અને સારું જીવન જીવીએ તેમ જ આ ઉત્સવનો લાભ તમે જરૂરથી લેજો”

તેમને આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે ” મને તથા મારા સમગ્ર પરિવારને આ દર્શનનો લાવવો મળ્યો તેની માટે હું વિપુલભાઈ નો અત્યંત આભાર માનું છું તથા બાપા ના ચરણમાં કોટી કોટી વંદન સૌ હરી ભક્તોને મારા જય શ્રી સ્વામિનારાયણ”.

ત્યારબાદ તેમને એક વિડિયો પણ શેર કર્યો હતો અને તેમાં સમગ્ર મહોત્સવની અનેક ઝાંખી જોવા મળી છે. અને તેમાં અલગ અલગ પ્રવૃત્તિ તથા બીજું ઘણું બધું જોવા મળ્યું છે અને તે વિડીયો અત્યંત વાયરલ થયો છે.

Leave a Comment