અવની ચતુર્વેદી એ દેશની પહેલી મહિલા ફાઈટર પાયલેટ બનીને પરિવારનું નામ કર્યું રોશન

આજના સમયમાં આપણા દેશમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. દીકરીઓને પણ હવે પૂરતી તક આપવામાં આવે છે. જ્યારે કોઈ દીકરીને આવી તક મળે છે તો તે દેશભરમાં પોતાના પરિવારના નામનો ડંકો વગાડતી હોય છે.

આવું જ એક કામ અવની ચતુર્વેદી એ તાજેતરમાં કર્યું છે. અગ્નિએ પોતાની મહેનતથી એવી સિદ્ધિ હાંસલ કરી છે કે તેના પરિવારનું નામ દુનિયાભરમાં ગુંજતું થયું છે. અવની ચતુર્વેદી ભારતની પહેલી મહિલા ફાઈટર પ્લેન પાઇલોટ બની છે. તેણે પાયલોટ બનીને ઇતિહાસ રચે દીધો છે.

અવની હવે તાજેતરમાં યોજાના યુદ્ધ અભ્યાસમાં પણ સામેલ થવાની છે. ગૌરવની વાત છે કે દેશની દીકરી સ્કોડ લીડર તરીકે સુખોઈ વિમાન ઉડાડશે. અવની ચતુર્વેદીના વખાણ સૌ કોઈ કરી રહ્યા છે.

અવની મૂળ મધ્યપ્રદેશના રેવા જિલ્લાની છે. તેણે પોતાનો અભ્યાસ હૈદરાબાદના વાયુસેના એકેડેમી થી કર્યો છે. અવની આજે સફળતા નાની ઉંમરમાં પ્રાપ્ત કરી તેને જોઈને તેના પરિવારજનો ખુશ ખુશાલ થઈ ગયા છે.

સાથે જ અવનીએ ફાઈટર પેનની પાયલોટ બનીને દેશની અન્ય દીકરીઓને પણ નવી રાહ જિંદગી છે. અવની નાની ઉંમરમાં સફળતા પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરી રહી છે.

Leave a Comment