ગુજરાતની ધરતીને પવિત્ર ધરતી કહેવામાં આવે છે. કારણકે આ ધરતીમાં અનેક સંતો થયા છે અને અહીં પવિત્ર મંદિરો પણ મોટી સંખ્યામાં આવેલા છે. અહીં કેટલાક મંદિરો તો એવા છે જ્યાં દેશ વિદેશથી ભક્તો દર્શન કરવા દોડી આવે છે. આવા મંદિરોમાં લોકોને આસ્થા હોય છે તેથી તેમને ચમત્કારની અનુભૂતિ પણ થાય છે. આજે તમને આવા જ એક પવિત્ર ચમત્કારિક મંદિર વિશે જણાવ્યા.
આ મંદિર માતા ખોડીયાર નું છે. આ મંદિરને વિરડા વાળા ખોડીયારમાં તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર હાથસણી ગામમાં આવેલું છે. અહીં માતા ખોડીયાર તેમની છ બહેનો સાથે મંદિરમાં બિરાજે છે. ભક્તોનું કહેવું છે કે અહીં દર્શન કરવાથી અનુભૂતિ થાય છે કે જાણી સાક્ષાત માતાજી તેમને આશીર્વાદ આપ્યા હોય.
અહીં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અહીં માતાજી સાક્ષાત બિરાજે છે. અહીં લોકો લાપસી ચડાવવાની માનતા રાખે છે કારણ કે વર્ષો પહેલા અહીં કેટલાક ગોવાળિયા માતાજીને લાપસી ચડાવતા હતા. ધીરે ધીરે આ મંદિરના પરચા વિશે લોકોને ખબર પડવા લાગી અને મંદિર પ્રખ્યાત થઈ ગયો.
આજે પણ જે ભક્તો અહીં દર્શન કરીને માનતા રાખે છે તેની મનોકામના માતાજી અચૂક પૂરી કરે છે. ખાસ કરીને જે દંપત્તિ નિ સંતાન હોય તેમની સંતાન પ્રાપ્તિની ઈચ્છા માતાજી પૂરી કરે છે. માતાના આશીર્વાદથી ઘણા ઘરમાં પારણા બંધાયા છે.