તાજેતરમાં જ શિક્ષક દિવસની ઉજવણી થઈ તે સમયે વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને યાદ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. ત્યારે આજે તમને એક એવા શિક્ષક વિશે જણાવીએ જેણે પોતાના વિદ્યાર્થીઓ અને શાળા માટે અનોખું કામ કર્યું છે.
આ મહિલા શિક્ષક છે થલતેજની એક શાળાના આચાર્ય. તેઓ છેલ્લા દસ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમની આ ફરજ દરમિયાન તેઓ શાળા માટે 42 લાખ રૂપિયાનું દાન લાવ્યા છે. શાળા માટે તેને કરેલી કામગીરીની નોંધ હવે દેશભરમાં લેવાય રહી છે
42 લાખનું દાન જે આ આચાર્ય લાવ્યા છે તેમાંથી તેમને શાળા માટે ઘણા કાર્યો કર્યા છે. જેમકે તેમની શાળામાં છોકરીઓ માટે બાથરૂમ ન હતું તેની વ્યવસ્થા તેમણે કરાવડાવી. જે બાથરૂમ જર્જરી હાલતમાં હતા તેની પણ મરામત કરાવી અને તેને સુધાર્યા.
આ સિવાય અગવડતાના કારણે બાળકોને જે પણ સમસ્યાઓ થતી તેને દૂર કરવા માટે તેને એક પછી એક કામ કરવાની શરૂઆત કરી. આ બધા જ કામ માટે તેઓ દાન લાવતા અને તેમાંથી એક જર્જરીત શાળાને ખાનગી શાળા કરતાં પણ વધારે સારી શાળા બનાવી દીધી.
આ વાત પરથી ખરેખર કહી શકાય કે એક શિક્ષક જ હોય છે જે બાળકનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે. અહીં આવતા બાળકો નું ભવિષ્ય ઉજવડ થાય તે માટે આ આચાર્યએ ખૂબ જ મહેનત કરી. તેમની આ પ્રસિદ્ધિ વિશે જાણીને લોકો તેમના વખાણ કરી રહ્યા છે.